બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 03, 2020 પર 11:29  |  સ્ત્રોત : CNBC-Bajar

કાચા તેલમાં તેજી યથાવત્ રહેતા સ્થાનિક બજારમાં ભાવ 2 ટકા વધ્યા તો બ્રેન્ટના ભાવ 40 ડૉલરની ઉપર જોવા મળ્યા, આવતીકાલે OPEC+ દેશોની બેઠક થવાની છે, અને આશા મુજબ મોટાભાગના ઓઇલ ઉત્પાદકો વૈશ્વિક ઉત્પાદનના 10% કાપ કરવા રાજી થઈ શકે છે, જેને કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં રિકવરી રહેતા ભાવ 134ના સ્તરની આસપાસ દેખાઈ રહ્યા છે.

ઇક્વિટી બજારમાં વેચવાલીના કારણે સોનાની કિંમતો પર દબાણ જોવા મળ્યું, સ્થાનિક અને વૈશ્વિક બજારમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો.

બેઝ મેટલ્સમાં નરમાશની અસર ચાંદી પર પણ જોવા મળી, વૈશ્વિક બજારમાં ચાંદીમાં લગભગ એક ટકાનું દબાણ રહ્યું, તો સ્થાનિક બજારમાં ભાવ અડધા ટકા તૂટતા દેખાઈ રહ્યા છે.

US-ચાઈના વચ્ચે તણાવ વધતા બેઝ મેટલ્સની શરૂઆતી તેજી પર બ્રેક લાગી, LME સાથે સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં દબાણ જોવા મળી રહ્યું છે, જોકે અર્થતંત્રમાં રિકવરીની આશાએ ઘટાડો નાની રેન્જમાં જોવા મળી રહ્યો છે.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, એરંડા અને ચણાની કિંમતોમાં રિકવરી છે, પણ ગઈકાલની તેજી બાદ કપાસીયા ખોળમાં અડધા ટકાનો ઘટાડો દેખાયો, જોકે ગુવાર પેકમાં લગભગ એક ટકાની મજબૂતી જોવા મળી રહી છે, પણ ખાદ્ય તેલ સાથે તેલિબીયા અને મસાલ પેકમાં વેચવાલીનું દબાણ દેખાયું.