કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં સવા ટકાના ઘટાડા સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં સવા ટકાના ઘટાડા સાથે કારોબાર

સ્થાનિક બજારમાં પોણા બે ટકાના દબાણ સાથે કિંમતો 251 પર પહોંચતી જોવા મળી.

અપડેટેડ 06:15:21 PM Oct 19, 2023 પર
Story continues below Advertisement

તો યૂએસ બોન્ડ યીલ્ડમાં ઉછાળાને કારણે સોનામાં દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે જ્યાં કોમેક્સ પર સોનાની કિંમત પા ટકાની નરમાશ સાથે 1963 ડૉલર પાસે પહોંચતી જોવા મળી. જ્યારે સ્થાનિક બજારમાં પણ નેગેટિવ કામકાજ જોવા મળ્યું.

ચાંદીમાં પણ શરૂઆતી કારોબારનું દબામ યથાવત્ જોવા મળી રહ્યું છે. જ્યાં વૈશ્વિક બજારમાં 23 ડૉલર આસપાસ કારોબાર જોવા મળ્યો તો સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો.

ક્રૂડના કારોબાર પર તો અમેરિકાએ વેનેઝુએલા ઓઈલ પર નિયંત્રણો હળવા કર્યા હોવાથી નાયમેક્સ ક્રૂડમાં સવા ટકાનો ઘટાડો જોવા મળ્યો. તો સામે બ્રેન્ટમાં આજે લગભગ સવા ટકાના ઘટાડા સાથે કિંત 90 ડૉલર પર પહોંચી. તો સ્થાનિક બજારમાં પણ લાલ નિશાનમાં જ કારોબાર થઇ રહ્યો છે.


સ્થાનિક બજારમાં પોણા બે ટકાના દબાણ સાથે કિંમતો 251 પર પહોંચતી જોવા મળી.

તો બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં ઝિંક સિવાય બાકી તમામ મેટલ્સમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 19, 2023 6:15 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.