ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનામાં સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા કોમેક્સ પર ભાવ 1869 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 57,295ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનામાં સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા કોમેક્સ પર ભાવ 1869 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 57,295ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
તો ચાંદીમાં દબાણ આવતું જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારમાં કિંમતો 21 ડૉલરની ઉપર કારોબાર યથાવત્ છે. તો સ્થાનિક બજારમાં 68,744ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.
તો નબળા ડૉલરના કારણે ક્રૂડમાં પણ દબાણ બનતું જોવા મળી રહ્યું છે જ્યાં બ્રેન્ટની કિંમતો 88 ડૉલર નીચે આવતી જોવા મળી. nymexમાં 86 ડૉલર આસપાસ કામકાજ થતું જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં પણ મામૂલી નરમાશ આવતી જોવા મળી રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની નરમાશ આવતા ભાવ 280ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો રહ્યા, જ્યાં ચાઈના તરફથી માગ સુધરવાની આશાએ કોપરને સપોર્ટ મળ્યો, પણ સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં નેગેટીવ કામકાજ જોવા મળી રહ્યું છે.
ક્રૂડ ઓઈલમાં રિકવરી આવતા ગઈકાલની નરમાશ બાદ ગુવાર પેકમાં ફરી તેજી જોવા મળી, જ્યાં ncdex પર આશરે પા ટકાની મજબૂતી આવતી જોવા મળી રહી છે. તો મસાલા પેકમાં પણ દબાણ બનતુ જોવા મળી રહ્યું છે જ્યાં હળદરમાં અને જીરામાં 4 ટકા આસપાસની વેચવાલી જોવા મળી રહી છે, તો ધાણામાં એક ટકાનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે. જોકે કપાસિયા ખોળમાં આશરે અડધા ટકા જેટલી મજબૂતી દેખાઈ રહી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.