કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર - Commodity Bajar: Business with pressure in gold-silver, business with decline in crude | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

નેચરલ ગેસમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો જ્યા સ્થાનિક બજાર ચાર ટકાની નરામાશ સાથે નેચરલ ગેસ 193ના સ્તરની આસપાસ કારોબાર કરતુ જોવા મળ્યું.

અપડેટેડ 06:17:45 PM Apr 26, 2023 પર
Story continues below Advertisement

સોનામાં ઉતાર-ચઢાવનો કારોબાર યથાવત્ જોવા મળ્યો, જ્યા સ્થાનિક બજારમાં મામૂલી દબાણ સાથે 60200ના સ્તરની આસપાસ કારોબાર કરતુ જોવા મળ્યું તો વૈશ્વિક બજારમાં પા ટકાના ઉછાળા સાથે 2000 ડૉલર પાર કારોબાર જોવા મળ્યો.

ચાંદીના કારોબારમાં ફરી નીચલા સ્તરેથી રિકવરી આવતી જોવા મળી, જ્યાં સ્થાનિક બજારમાં ચાંદી ફ્લેટ ટુ પોઝીટિવ કારોબાર યથાવત્ જોવા મળ્યો. ત્યારે વૈશ્વિક બજારમાં ચાંદીમાં ફરી એક વાર 25 ડૉલર પાર કારોબાર જોવા મળ્યો.

ક્રૂડ ઓઈલમાં દબાણ સાથે કારોબારો જોવા મળ્યો જ્યા સ્થાનિક બજારમાં લગભગ અડધા ટકાનું દબાણ જોવા મળ્યું. તો બ્રેન્ટમાં પણ અડધા ટકાથી વધારેની નરમાશ સાથે 81 ડૉલર નીચે કારોબાર જોવા મળ્યો. ત્યારે NYMEXમાં પણ લાલ નિશાનમાં કારોબાર થઇ રહ્યો છે.


નેચરલ ગેસમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો જ્યા સ્થાનિક બજાર ચાર ટકાની નરામાશ સાથે નેચરલ ગેસ 193ના સ્તરની આસપાસ કારોબાર કરતુ જોવા મળ્યું.

મેટલ્સમાં નીચલા સ્તરેથી રિકવરી આવતી જોવા મળી. જ્યાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ અને લેડમાં અડધા ટકાથી વધારેની તેજી જોવા મળી. તો કોપર અને ઝિંકમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો.

ત્યારે એગ્રીની વાત કરીએ તો, મસાલા પેકમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો જ્યા સૈથી વધુ હળદરમાં ત્રણ ટકાની તેજી જોવા મળી. તો જીરામાં બે ટકાની નો ધાણામાં એક ટકાની તેજી જોવા મળી. તો ગુવાર પેકમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો જ્યાં ગુવાર ગમ ત્રણ ટકા તો ગુવાર સીડ બે ટકા આસપાસ દબાણ સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 26, 2023 6:17 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.