ફેડના હૉકિશ વ્યૂના કારણે સોનામાં આજે દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. યૂએસ ફેડ કમિટીની મીટિંગની મિનિટ્સમાં વ્યાજ દરમાં વધુ વધારો કરવાના આગ્રહના કારણે કોમેક્સ પર અને સ્થાનિક બજારમાં બંન્ને પર સોનામાં લાલા નિશાનમાં કારોબાર દેખાઇ રહ્યો છે.
ફેડના હૉકિશ વ્યૂના કારણે સોનામાં આજે દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. યૂએસ ફેડ કમિટીની મીટિંગની મિનિટ્સમાં વ્યાજ દરમાં વધુ વધારો કરવાના આગ્રહના કારણે કોમેક્સ પર અને સ્થાનિક બજારમાં બંન્ને પર સોનામાં લાલા નિશાનમાં કારોબાર દેખાઇ રહ્યો છે.
ચાંદી પર નજર કરીએ તો ચાંદીમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં અડધા ટકાની તેજી સાથે કિંમતો 70116 આસપાસ પહોંચીતી જોવા મળી. તો વૈશ્વિક બજારમાં એક ટકાની તેજી સાથે 22 ડૉલર ઉપર કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે.
ક્રૂડમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં બ્રેન્ટના ભાવ 84 ડૉલરને પાર જતા જોવા મળી રહ્યા છે તો nymexમાં લગભગ એક ટકાની તેજી સાથે 81 ડૉલર નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારની વાત કરીએ તો મામૂલી તેજી સાથે કિંમતો 6633 આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ક્રૂડમાં સતત ત્રણ દિવસની વેચવાલી બાદ રિકવરીનો કારોબાર જોવા મળી રહ્યો છે.
નેચરલ ગેસમાં ફ્લેટ કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે જ્યાં શરૂઆતી દબાણ બાદ હવે રીકવરી સાથેનો કારોબરા જોવા મળી રહ્યો છે સ્થાનિક બજારમાં મામૂલી તેજી સાથે કિંમતો 217 આસપાસ પહોંચતી જોવા મળી રહી છે.
બેઝ મેટલ્સમાં પણ ભારે વેચવાલી બાદ રિકવરીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં LME પર બધી જ મેટલ્સ લીલા નિશાનમાં કારોબાર કરતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં કિંમતો એલ્યુમિનિયમાં લગભગ એક ટકાની તેજી જોવા મળી રહી છે તો ઝિંકમાં લગભગ અડધા ટકાની તેજી જોવા મળી રહી છે જ્યારે કોપર ને લેડમાં મામૂલી તેજી જોવા મળી રહી છે.
મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે જ્યાં જીરા અને ધાણામાં નીચેના સ્તરે થી રિકવરી આવતી જોવા મળી રહી છે તો હળદરમાં વેચવાલીનો માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ગુવાર પેક પણ વેચવાલીનો માહોલ તોડી રિકવરી કરતુ જોવા મળી રહ્યું છે. તો મસાલા પેકમાં આજે દબાણ સાથેનો કારોબાર યથાવત્ છે. જ્યાં ધાણા અને જીરૂમાં અડધા ટકાથી વધારેનો ઘટાડો છે. તો હળદરમાં પણ વેચવાલી સાથેનો જ કારોબાર થઇ રહ્યો છે. તો આ તરફ ગુવાર પેકમાં પણ ઘટાડાનો દૌર ચાલુ જ છે. જ્યાં ગુવાર ગમ લગભગ પોણા ટકા આજે ઘટતો દેખાઇ રહ્યો છે. તો આ તરફ એરંડામાં પા ટકાના ઘટાડા સાથેનો કારોબાર થઇ રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.