યૂએસ મોંઘવારીનાં આંકડા પહેલા સોનાની કિંમતોમાં રિકવરી જોવા મળી, જ્યાં કોમેક્સ પર અડધા ટકાની તેજી સાથે કિંમતો 1965ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી, તો સ્થાનિક બજારમાં 59,800ના સ્તરની પાર કારોબાર થઈ રહ્યો છે.
યૂએસ મોંઘવારીનાં આંકડા પહેલા સોનાની કિંમતોમાં રિકવરી જોવા મળી, જ્યાં કોમેક્સ પર અડધા ટકાની તેજી સાથે કિંમતો 1965ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી, તો સ્થાનિક બજારમાં 59,800ના સ્તરની પાર કારોબાર થઈ રહ્યો છે.
ચાંદીમાં પણ રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં અડધા ટકાથી વધારેની મજબૂતી જોવા મળી, તો સ્થાનિક બજારમાં 73,400ને પાર કિંમતો પહોંચી જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલમાં મોટા ઘટાડા બાદ અંતે ખરીદદારી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં બ્રેન્ટમાં નીચેના સ્તરેથી સારી રીકવરી આવતી જોવા મળી. બ્રેન્ટમાં શરૂઆતી કારોબારના દબાણ બાદ સવા બે ટકાની તેજી સાથે કિંમતો 73 ડૉલરને પાર જતી જોવા મળી રહી છે. ત્યારે NYMEXમાં ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે તેજી યથાવત્ જોવા મળી રહી છે NYMEX ક્રૂડ પોણા બે ટકાની તેજી સાથે 68 ડૉલર પર કારોબાર કરતુ જોવા મળી રહ્યું છે.
નેચરલ ગેસમાં ખરીદીનો માહોલ યથાવત્. સ્થાનિક બજારમા અડધા ટકા ઉપરની તેજી સાથે કિંમતો 188ના સ્તરની આસપાસ પહોંચી.
બેઝ મેટલ્સમાં વેચવાલી તરફી કારોબાર જોવા મળ્યો. જ્યાં લેડમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. તો બાકી મેટલ્સમાં અડધા ટકા આસપાસનું દબાણ જોવા મળ્યું. US ફેડની બેઠક પહેલા ડૉલર ઇન્ડેક્સમાં દબાણના પગલે LME પર પણ મોટાભાગની મેટલ્સમાં નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
એગ્રીની વાત કરીએ તો, ગુવાર પેકમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો જ્યાં ગુવાર ગમમાં અઢી ટકાની તેજી જોવા મળી. તો ગુવાર સીડામાં પોણા બે ટકાની તેજીનો માહોલ જોવા મળ્યો. તો મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો જ્યાં જીરૂ અને હળદળમાં તેજી જોવા મળી પણ ધાણામાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો. ત્યારે એરંડામાં પણ અડધા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. કપાસિયા ખોળમાં પણ પોણા બે ટકાની તેજી જોવા મળી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.