ત્યારે સોનામાં શરૂઆતી કારબારોની તેજી યથાવત્ જોવા મળી રહી છે. નબળા યૂએસ બોન્ડ યીલ્ડ અને ડૉલર ઈન્ડેક્સ કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો. આ સાથે જ લગ્ન સિઝનની શરૂઆત થવાની હોવાથી સ્થાનિક બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો. કોમેક્સ પર 1991 ડૉલર કામકાજ જોવા મળ્યું તો સ્થાનિક બજારમાં અડધા ટકા ઉપરની તેજી સાથે કારોબાર જોવા મળ્યો.
સોનાના પગલે ચાંદીમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યા જ્યાં વૈશ્વિક બજારમાં 23 ડૉલર ઉપર કારોબાર જોવા મળ્યો તો સ્થાનિક બજારમાં પણ પા ટકાની તેજી સાથે કારોબાર જોવા મળ્યો.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાની તેજી જોવા મળી રહી છે વધતી ઠંડીને કારણે માગમાં વધારો થવાની આશાએ નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સ પર નજર કરીએ તો, નબળા ડૉલરના કારણે કોપર અને એલ્યુમિનયમમાં તેજીનો કારોબાર જોવા મળ્યો. તો બાકી ઝિંક અને લેડમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો.
એગ્રી કૉમોડિટી પર નજર કરીયે તો, મસાલા પેકની મિશ્ર કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે જીરામાં અપર સર્કિટ યતાવત્ જોવા મળી રહી છે. તો ધાણાની તેજી પર બ્રેક લાગતી દેખાય તો બીજી બાજું હળદરમાં સતત બીજા દિવસે દબાણ યતાવત્ જોવા મળી રહ્યું છે. ત્યારે ગુવાર પેકમાં પણ દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો ગુવાર સીડમાં એક ટકાની તો ગુવાર ગમમાં પોણા બે ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે. કપાસિયા ખોળમાં એક ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. એરંડામાં અડધા ટકાની તેજી સાથે કામકાજ જોવા મળ્યું.