કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો એક ટકાથી વધુ તૂટતા 212સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

અપડેટેડ 09:40:28 PM Aug 24, 2023 પર
Story continues below Advertisement

શરૂઆતી કારોબારમાં સોનામાં તેજી જોવા મળી હતી. જે બાદ સોનામાં ઉપરના સ્તરેથી દબાણ બનતું જોવા મળી રહ્યું છે. જ્યાં કોમેક્સ પર સોનું 1947 ડૉલરના સ્તરની આસપાસ જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. બજારની નજર હવે ફેડ ચેરમેનના ભાષણ પર બનેલી છે.

સોનાના પગલે ચાંદી પણ લાલ નિશાન સાથે કારોબાર કરતી જોવા મળી. જ્યાં વૈશ્વિક બજારમાં ચાંદી 25 ડૉલર નીચે કારોબાર જોવા મળ્યો તો. સ્થાનિક બજારમાં અડધા ટકાની નરમાશ સાથે કારોબાર જોવા મળ્યો.

ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવનો કારોબાર યથાવત્ જોવા મળ્યો . જ્યાં કિંમતો શરૂઆતી દબાણને તોડી ફરી રીકવરીના મૂડમાં જોવા મળી. બ્રેન્ટમાં 83 ડૉલરની પાસે કારોબાર પહોંચ્યો, આ સાથે જ NYMEX ક્રૂડમાં પણ પા ટકાની તેજી જોવા મળી, ઉલ્લેખનિય છે કે ચાઈનામાં સ્લો ડાઉન, US ઇન્વેન્ટરીમાં ઘટાડો, US અને યુરોઝોનના નબળા PMI આંકડાઓની અસર રહેતા ક્રૂડની કિંમતો ફરી તૂટતી જોવા મળી છે.


સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો એક ટકાથી વધુ તૂટતા 212સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાઈનામાં કન્સ્ટ્રક્શન સિઝન શરૂ થતા અને ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી ઘટાડો આવતા મેટલ્સની કિંમતોને સપોર્ટ મળ્યો છે. પણ સાથે US અને યુરોઝોન તરફથી નબળા PMI આંકડાઓના કારણે કિંમતોમાં તેજી એક સિમિત રેન્જમાં જોવા મળી રહી છે.

ગુવાર પેકમાં લગભગ અડધા ટકાનું દબાણ આવતુ જોવા મળી રહ્યું છે. ગુવાર સીડમાં પા ટકા દબાણ જોવા મળ્યું તો ગુવાર ગમમાં ફ્લેટ ટુ નેગેટીવ કારોબાર જોવા મળ્યો. મસાલા પેકમાં વેચવાલીનો કારોબાર જોવા મળ્યો. જ્યાં જીરામાં સૌથી વધુ પોણા ટકાનું દબાણ જોવા મળ્યું. ધાણા અને હળદરમાં અડધા ટકાનું દબાણ જોવા મળ્યું.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 24, 2023 9:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.