કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં તેજી સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં તેજી સાથે કારોબાર

નેચરલ ગેસની કિંમતોમાં નરમાશ યથાવત્ જોવા મળી જ્યાં સ્થાનિક બજારમાં એક ટકા ઉપની નરમાશ સાથે કિંમતો 241 પર પહોંચતી જોવા મળી.

અપડેટેડ 06:30:52 PM Nov 20, 2023 પર
Story continues below Advertisement

તો મજબૂત બોન્ડ યીલ્ડના કારણે સોનાની કિંમતોમાં નરમાશ આવતી જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર પા ટકાની નરમાશ સાથે કિંમતો 1978 ડૉલર પર પહોંચતી જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં પણ મામૂલી નરમાશ સાથે કિંમતો 60637 પર પહોંચતી જોવા મળી. હવે બજારની નજર શુક્રવાર આવનારા US PMI ડેટા પર રહેશે.

સોનાના પગલે ચાંદીમાં પણ નરમાશ આવતી જોવા મળી રહી છે. કોમેક્સ પર 23 ડૉલર આસપાસ કિંમતો જોવા મળી. તો સ્થાનિક બજારમાં કિંમતોમાં અડધા ટકાની નરમાશ આવતી જોવા મળી.

ક્રૂડ ઓઈલમાં મજબૂત ડોલરને કારણે તેજીના કોરોબાર યથાવત્ જોવા મળ્યો. જ્યાં બ્રેન્ટની કિંમતો 81 ડૉલર ઉપર જોવા મળી. અને nymexમાં પણ એક ટકાની તેજી સાથે કિંમતો 77 ડૉલર ઉપર જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ એક ટકા ઉપરની તેજી સાથે કિંમતો 6438 પર જોવા મળી. તો હવે OPEC+ની બેઠક પર બજારની નજર રહેશે.


નેચરલ ગેસની કિંમતોમાં નરમાશ યથાવત્ જોવા મળી જ્યાં સ્થાનિક બજારમાં એક ટકા ઉપની નરમાશ સાથે કિંમતો 241 પર પહોંચતી જોવા મળી.

ત્યારે મજબૂત ડૉલર ઈનડેક્સને કારણે LME પર કોપરની કિંમતોમાં તેજી યથાવત્ જોવા મળી જ્યારે સ્થાનિક બજાર પર નજર કરીએ તો. સ્થાનિક બજાર પણ તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.

શરૂઆત કરીએ તો કોટનથી જેમાં CAI એટલે કે કોટન એશોસિયન ઓફ ઈન્ડિયાએ ઓક્ટોબર 23 થી સપમ્ટેબર 24 સુધી માટે કોટનના ઉત્પાદનના અનુમાન જાહેર કર્યા છે જે પ્રમાણે દેશમાં કોટનનું ઉત્પાદન ઘટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બાકી કોમોડિટી પર નજર કરીએ તો, મસાલા પેકમાં મિશ્ર કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં ધાણા અને જીરામાં તેજી તો હળદરમાં દબાણ યથાવત્ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે જીરામાં પાછળના સપ્તાહે 4 ટકાનું દબાણ જોવા મળ્યું હતું. જે દબાણને તોડી જીરા આજે અપર સર્કિટ મારતું જોવા મળ્યું હતું. તે ગુવાર પેકમાં પણ મિશ્ર કારોબાર જોવા મળ્યો જ્યાં ગુવાર સીડમાં તેજી તો ગુવાર ગમમાં દબાણ જોવા મળ્યું આ સાથે જ મગફળીના વાયદા પર નજર કરીએ તો મગફળીમાં પણ સારા ઉત્પાદનને કારણે તેજી સાથેનો કારોબાર જોવ મળ્યો. તો કપાસિયા ખોળમાં પણ પોણા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો એરંડા ફલેટ કારોબાર જોવા મળ્યો.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 20, 2023 6:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.