કમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર, સોના-ચાંદીમાં નિઝિટીવ એક્શન - Commodity Live: Business with pressure in crude, negative action in gold, silver | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર, સોના-ચાંદીમાં નિઝિટીવ એક્શન

2જી જૂન સુધી US નેચરલ ગેસનો સ્ટોક 104 bcfથી વધ્યો છે, જેનો સપોર્ટ મળતા સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં આશરે અડધા ટકાથી વધુની મજબૂતી સાથે 188ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

અપડેટેડ 01:33:18 PM Jun 12, 2023 પર
Story continues below Advertisement

ફેડની બેઠક પહેલા સોનાની ચમક ઘટતી દેખાઈ, જ્યાં કોમેક્સ પર સોનું 1957 ડૉલરની આસપાસ રહ્યું, તો સ્થાનિક બજારમાં 59,691 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર રહેતો દેખાયો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 25 ડૉલરની નીચે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં 73,334 રૂપિયાના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

ચાઈના તરફથી નબળા આંકડાઓના કારણે માગ ઘટવાની આશંકાએ ક્રૂડ ઓઈલમાં દબાણ વધતું દેખાયું, જ્યાં બ્રેન્ટના ભાવ 74 ડૉલરની નીચે આવ્યા, તો nymex ક્રૂડ અને સ્થાનિક બજારમાં આશરે એક ટકાથી વધુની નરમાશ જોવા મળી રહી છે. US ફેડની બેઠક પર હવે બજારની નજર બનેલી છે.


2જી જૂન સુધી US નેચરલ ગેસનો સ્ટોક 104 bcfથી વધ્યો છે, જેનો સપોર્ટ મળતા સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં આશરે અડધા ટકાથી વધુની મજબૂતી સાથે 188ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

નબળા બેઝ મેટલ્સ આઉટલૂકના કારણે LME પર કોપરની કિંમતો પર દબાણ જોવા મળ્યું, તો સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં પા ટકાથી વધુની નરમાશ જોવા મળી રહી છે.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગુવાર પેકમાં આજે સૌથી વધારે દબાણ બન્યું, જ્યાં, ગુવારસીડમાં 3 તો ગુવાર ગમમાં 4 ટકાથી વધુની નરમાશ જોવા મળી, તો મસાલા પેકમાં હળદરમાં આશરે એક ટકાનું દબાણ રહ્યું, તો કપાસિયા ખોળમાં અડધા ટકાથી વધુની નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 12, 2023 1:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.