કોમોડિટી લાઇવ: US ઇન્વેન્ટરી વધતા ક્રૂડમાં ઘટાડો, સોના-ચાંદીની ચમક યથાવત્ | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: US ઇન્વેન્ટરી વધતા ક્રૂડમાં ઘટાડો, સોના-ચાંદીની ચમક યથાવત્

બેઝ મેટલ્સમાં આવી નરમાશ. LME પર કોપરની કિંમતોમાં રાતોરાત આવ્યું દબાણ. તો સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં લાલ નિશાનમાં કારોબાર. બજારની નજર હવે અમેરિકા અને ચીનની દ્વિપક્ષીય બેઠક પર.

અપડેટેડ 12:56:02 PM Nov 16, 2023 પર
Story continues below Advertisement
રાતોરાત કિંમતો 1% વધતી જોવા મળી. અમેરિકા અને ચીનની દ્વિપક્ષીય બેઠક પર નજર રહેશે.

ક્રૂડની કિંમતોમાં 1 ટકાથી વધુનો ઘટાડો, અનુમાન કરતા US ઇન્વેન્ટરીમાં વધારાના કારણે કિંમતો ઘટી, બ્રેન્ટમાં નોંધાયો 81 ડૉલરની નીચે કારોબાર. US CPIમાં ઘટાડાના કારણે સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી સુધારો, COMEX પર સોનું 1961 ડૉલરના સ્તરની પાસે, ચાંદીમાં પણ 23 ડૉલરની ઉપર કારોબાર, ત્યાંજ ઓક્ટોબરમાં જ્વેલરી એક્સપોર્ટમાં નોંધાયો ઘટાડો.

ક્રૂડ ઓઈલમાં કારોબાર

કિંમતોમાં ઘટાડો આગળ વધ્યો. USમાં ક્રૂડ આઉટપુટ 13.2 mbpdના રેકોર્ડ સ્તરે પહોંચ્યું. US ક્રૂડ ઇન્વેન્ટરી 3.6 મિલિયન બેરલથી વધીને 421.9 મિલિયન બેરલ થઈ. ઓક્ટોબરમાં ચાઈનાની ઓઈલ રિફાઈનરીનું આઉટપુટ ઘટ્યું. સતત ચોથા મહિના ચાઈનામાં નવા ઘરની કિંમતો ઘટી. તેલ બજારો અગાઉ માનવામાં આવતા હતા તેટલા ચુસ્ત નથી.


શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં આશરે 2 ટકાના ઘટાડા સાથે 264ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.

સોનામાં કારોબાર

કિંમતોમાં નીચલા સ્તરેથી સુધારો જોવાને મળ્યો. US CPI માં ઘટાડાથી કિંમતોને સપોર્ટ મળ્યો હતો. બજારને વ્યાજ દરમાં કાપની આશાએ કિંમતોમાં તેજી દેખાણી.

સોનાની આયતમાં થયો વધારો

ઓક્ટોબરમાં ભારતની વેપાર ખોટ રેકોર્ડ સ્તરે છે. સોનાની જંગી આયાતને કારણે વેપાર ખાધ વધી છે. ઓક્ટોબરમાં સોનાની આયાત 95% વધી. ઓક્ટોબર 2023માં $720 કરોડના સોનાની આયાત છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં $370 કરોડના સોનાની આયાત છે. ભારત વિશ્વનો સૌથી મોટો સોનાનો આયાતકાર દેશ છે. આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં $2948 કરોડના સોનાની આયાત છે. 20023-24માં સોનાની આયાત 5.5% વધી.

ઓછી ઇન્વેન્ટરી અને માગ વધવાની આશાએ કોપરને સપોર્ટ છે. ચાઈના તરફથી પોઝિટીવ ઇન્ડસ્ટ્રીયલ આંકડાઓના કારણે ગઈકાલે કોપરની કિંમતો આશરે 6 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી હતી.

Gold Rate: આજે સોનું થયુ મોંઘુ, ચેક કરો દેશના 12 શહેરોમાં ગોલ્ડ રેટ

 

કોપરમાં કારોબાર

રાતોરાત કિંમતો 1% વધતી જોવા મળી. અમેરિકા અને ચીનની દ્વિપક્ષીય બેઠક પર નજર રહેશે.

એગ્રીમા આજે કોટન પર નજર કરીએ તો, સનફ્લાવર ઓઈલમાં તેજી. NCDEX પર કિંમતમાં 4% નો વધારો છે. NCDEX પર બીજી અપર સર્કિટ લાગી. ભારત 95% સનફ્લાવર ઓઈલની ઈપોર્ટ કરે છે. સનફ્લાવર ઓઈલ ઈપોર્ટ 60% યુક્રેનથી અને 40% રશિયાથી થાય છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ઉત્પાદન પર અસર છે. રશિયા અને યુક્રેનમાં ભારે ઠંડીના કારણે સપ્લાય પર અસર છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 16, 2023 12:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.