કમોડિટી લાઇવ: ક્રૂડમાં પણ દબાણ યથાવત્, સોનામાં દબાણ, ચાંદીમાં મિશ્ર કારોબાર | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઇવ: ક્રૂડમાં પણ દબાણ યથાવત્, સોનામાં દબાણ, ચાંદીમાં મિશ્ર કારોબાર

બેઝમેટલની ચમક પણ ફિક્કી પડી. ચીનમાં ધીમા ગ્રોથના કારણે અને LMEના વેરહાઉસીસમાં વધતા સ્ટોકના કારણે ઝીંકની માંગને અસર. લેડ સિવાય તમામ બેઝ મેટલમાં લાલ નિશાનમાં કારોબાર થઈ રહ્યો છે.

અપડેટેડ 11:59:00 AM Aug 17, 2023 પર
Story continues below Advertisement
ફેડના હૉકિશ વ્યૂના કારણે સોનાની કિંમતોને અસર. વ્યાજ દરમાં વધારાની આશંકાના કારણે કોમેક્સ ગોલ્ડમાં દબાણ.

સોનાના કારોબાર પર તો ફેડના હૉકિશ વ્યૂના કારણે સોનામાં આજે દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. US ફેડ કમિટીની મીટિંગની મિનિટ્સમાં વ્યાજ દરમાં વધુ વધારો કરવાના આગ્રહના કારણે કોમેક્સ પર અને સ્થાનિક બજારમાં બંન્ને પર સોનામાં લાલા નિશાનમાં કારોબાર દેખાઇ રહ્યો છે.

ફેડના હૉકિશ વ્યૂના કારણે સોનાની ચમક ફિક્કી પડી. US ફેડ કમિટીની મીટિંગની મિનિટ્સમાં વ્યાજ દરમાં વધારાને લઇને ચર્ચા. બેઠકમાં વ્યાજ દરમાં વધુ વધારો કરવાનો આગ્રહ કર્યો. SPDR ગોલ્ડ ટ્રસ્ટમાંથી સતત આઉટફ્લો છે. જેના કારણે સોનાના સેન્ટિમેન્ટ પર નેગેટીવ અસર થઈ છે. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં 18.5 ટનનો આઉટફ્લો છે.

આ તરફ ચાંદીમાં પણ મિશ્ર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં ચાંદીમાં પા ટકાથી વધારેના ઘટાડા સાથે 69492ના સ્તર પર કારોબાર દેખાઇ રહ્યો છે. તો સામે કોમેક્સ પર ચાંદી પા ટકાની તેજી જોવા મળી રહી છે. પરંતુ ભાવ હજૂ પણ 23 ડૉલરની નીચે જ યથાવત્ છે.


મેટલના કારોબારની તો ઝીંકમાં આજે વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ચીનના ધીમા ગ્રોથના કારણે અને LMEના વેરહાઉસીસમાં વધતા સ્ટોકના કારણે ઝીંકની માંગને અસર થઇ રહી છે. જેના કારણે સ્થાનિક બજારમાં પણ ઝિંકમાં અડધા ટકાથી વધારેને નરમાશ જોવા મળી રહી છે. તો લેડ સિવાય અન્ય મેટલમાં કારોબારમાં પણ લાલ નિશાનમાંજ કારોબાર થતો દેખાઇ રહ્યો છે. ફક્ત લેડમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર થઇ રહ્યો છે.

ચીનના ધીમા ગ્રોથના કારણે મેટલની કિંમતોને સર કરે છે. LMEના વેરહાઉસીસમાં વધતા સ્ટોકના કારણે ઝીંકમાં ઘટાડો થયો. LME-રજિસ્ટર્ડ વેરહાઉસમાં ઝીંકના સ્ટોકમાં વધારો. ઝીંકનો સ્ટોક 34,850 ટન વધીને 141,750 ટન થયો.

ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર યથાવત્ છે... ચીનની નબળી માંગને કારણે ઈરાનથી વધુ નિકાસ થવાની આશંકાથી નાઇમેક્સ ક્રૂડમાં ઘટાડા સાથે ભાવ 79 ડૉલરની નજીક પહોંચ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ લગભગ એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર યથાવત્ છે. ચીનની નબળી માંગને કારણે ઈરાનથી વધુ નિકાસ થવાની આશંકા છે. US વ્યાજ દરમાં વધારાની સંભાવનાના કારણે પણ આવ્યો ઘટાડો. US ક્રૂડના સ્ટોકમાં તીવ્ર ઘટાડાથી તેલના ભાવમાં ઘટાડો થયો. US ક્રૂડ ઇન્વેન્ટરીમાં 5.96 મિલિયન બેરલનો ઘટાડો થયો.

નેચરલ ગેસમાં મામુલી દબાણ સાથેનો જ કારોબાર થઇ રહ્યો છે.. પા ટકાના ઘટાડા સાથે સ્થાનિક બજારમાં ભાવ 216ને પાર જોવા મળ્યો.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, તો મસાલા પેકમાં આજે દબાણ સાથેનો કારોબાર યથાવત્ છે. જ્યાં ધાણા અને જીરૂમાં અડધા ટકાથી વધારેનો ઘટાડો છે. તો હળદરમાં પણ વેચવાલી સાથેનો જ કારોબાર થઇ રહ્યો છે. તો આ તરફ ગુવાર પેકમાં પણ ઘટાડાનો દૌર ચાલુ જ છે. જ્યાં ગુવાર ગમ લગભગ પોણા ટકા આજે ઘટતો દેખાઇ રહ્યો છે. તો આ તરફ એરંડામાં પા ટકાના ઘટાડા સાથેનો કારોબાર થઇ રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 17, 2023 11:59 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.