કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં તેજી યથાવત્, ક્રૂડમાં ઉપલા સ્તરેથી આવ્યું મામુલી દબાણ | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં તેજી યથાવત્, ક્રૂડમાં ઉપલા સ્તરેથી આવ્યું મામુલી દબાણ

સ્થાનિક બજારમાં મેટલમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. પરંતુ ચીનના નબળા ઇન્ડસ્ટ્રીયલ ડેટાના કારણે કોપરની કિંમતો પર અસર થતી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે LME ઇન્વેન્ટરી 3 મહિનામાં 2,000 ટન ઘટીને 1,20,400 ટન થઈ છે. જેના કારણે પણ કિંમતો અસર થતી જોવા મળી શકે છે.

અપડેટેડ 11:42:17 AM Jun 11, 2025 પર
Story continues below Advertisement
US-ચીનની ટ્રેડ ટૉકને લઇને પૉઝિટીવ સંકેતની આશાથી સોનામાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.

US-ચીનની ટ્રેડ ટૉકને લઇને પૉઝિટીવ સંકેતની આશાથી સોનામાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. કોમેક્સ પર સોનું 3340 ડૉલરને પાર નિકળ્યું તો સ્થાનિક બજારમાં પણ પા ટકાની તેજી જોવા મળી. US-ચીનની ટ્રેડ ટૉક સિવાય બજારની નજર આ સપ્તાહે આવનારા USના મોંઘવારીના ડેટા પર રહેશે. US-ચીનની ટ્રેડ ટૉકને લઇને પૉઝિટીવ સંકેત છે. આ સપ્તાહે આવનારા USના મોંઘવારીના ડેટા પર રહેશે ફોકસ.

તો ચાંદીમાં પણ રેકોર્ડ રેલી યથાવત્ છે. ચાંદીનો ભાવ 13 વર્ષની ઉચાઇ નજીક પહોંચ્યો. રોકાણકારોનો ઇન્ટરેસ્ટ અને સપ્લાઇની અછતના કારણે ચાંદીની કિંમતોને સતત સપોર્ટ મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં મેટલમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. પરંતુ ચીનના નબળા ઇન્ડસ્ટ્રીયલ ડેટાના કારણે કોપરની કિંમતો પર અસર થતી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે LME ઇન્વેન્ટરી 3 મહિનામાં 2,000 ટન ઘટીને 1,20,400 ટન થઈ છે. જેના કારણે પણ કિંમતો અસર થતી જોવા મળી શકે છે.


તો ક્રૂડમાં આજે ઉપલા સ્તરેથી મામુલી ઘટાડો આવતો જોવા મળ્યો. બ્રેન્ટનો ભાવ ફરી 67 ડૉલરની નીચે આવ્યો. ઉલ્લેખનિય છે તે US-ચીન ટ્રેડ ટૉકનો આજે બીજો દિવસ છે જેના પર બજારની ખાસ નજર રહેશે.

તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં પા ટકાની તેજી રહેતા ભાવ 302ના સ્તરની નજીક જોવા મળ્યો.

એગ્રી કૉમોડિટીમાં નરમાશ, મસાલા પેક મિશ્ર કામકાજ અને ગુવાર પેકમાં અડધા ટકા સુધીની નરમાશ, એરંડામાં અને કપાસિયા ખોળમાં આજે તેજી આવી.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 11, 2025 11:42 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.