શુગર પર ફોકસ, સરકારે ડિસેમ્બર માટે વેચાણ ક્વોટા જાહેર કરી 2.4 મિલિયન ટન કર્યો, ગત મહિના કરતા 100,000 ટન વધારે ક્વોટા.
નબળા ડૉલરના કારણે સોનાની ચમક વધી, જ્યાં COMEX પર ભાવ 2000 ડૉલરના સ્તરની ઉપર પહોંચી, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરમાં US ફેડ વ્યાજ દરોમાં વધારો નહીં કરે તેવી આશાએ US ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો નોંધાયો જેની પોઝિટીવ અસર સોનાની કિંમતો પર દેખાઈ રહી છે.
કિંમતો વધીને 6 મહિનાના ઉપલા સ્તરે પહોંચી છે. COMEX પર ભાવ 2000 ડૉલરના સ્તરને પાર છે. નવેમ્બરમાં હાલ સુધી કિંમતો 1.50% વધી છે. ડૉલરમાં નરમાશથી કિંમતોને મળ્યો સપોર્ટ. 104ની નીચે ડૉલર ઇન્ડેક્સમાં કારોબાર થયો. બજારને USમાં દર વધવાની આશા નહીં. US ફેડની બેઠક 12-13 ડિસેમ્બરને થશે.
ડૉલરમાં નરમાશની અસર ચાંદી પર પણ રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની પાસે પહોંચ્યા, તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં ચાંદીમાં ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો જોવા મળ્યા હતા.
નબળા US ડૉલરના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. 2023માં ગ્લોબલ માઈનનો ચાંદીમાં 2% ના ઘટાડાનો અંદાજ છે. 2023માં ગ્લોબલ ચાંદની માગ 8-10% વધવાનો અંદાજ છે.
નબળા ડૉલર અને સપ્લાયની ચિંતાના કારણે LME પર કોપરની કિંમતોમાં પોઝિટીવિટી જોવા મળી, પણ સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં સુસ્ત કારોબાર જોવા મળ્યો, કોપર માટે ખાસ કરીને પનામા પોર્ટ પર ચાલી રહેલી હડતાળની અસર જોવા મળી, જે સૌથી મોટી નવી કોપરની ખાણ છે. તો કોપર માટે ખાસ સપ્લાયની ચિંતા બનતી દેખાઈ રહી છે.
OPEC+ની બેઠક પહેલા ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર જોવા મળ્યા, જ્યાં બ્રેન્ટમાં 80 ડૉલરની પાસે કિંમતો પહોંચી, તો નબળા ડૉલરના કારણે NYMEX ક્રૂડમાં પણ ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ રહ્યું, ઉલ્લેખનિય છે કે OPEC+ની બેઠકમાં સાઉદી અરેબિયા, રશિયા સ્વૈચ્છિક સપ્લાય કાપને 2024 સુધી લંબાવી શકે છે, આની વચ્ચે નોન-OPEC તરફથી ઓઈલની સપ્લાય વધી રહી છે, જે પણ ચિંતાનું કારણ બન્યું છે.
OPEC+ની બેઠક પહેલા કિંમતોમાં ઉતાર-ચઢાવ છે. સાઉદી અરેબિયા, રશિયા સ્વૈચ્છિક સપ્લાય કાપને 2024 સુધી લંબાવી શકે છે. નોન-OPEC તરફથી વધુ સપ્લાયના કારણે કિંમતો પર અસર છે. આઈઈએ કહ્યું 2024 માં સહેજ સરપ્લસ જોવા મળી શકે છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકાની તેજી આવતા ભાવ 248ના સ્તરની પાસે પહોંચતા જોવા મળ્યા.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, મસાલા પેકમાં જીરા અને હળદરમાં 1 ટકાથી વધુની ખરીદદારી જોવા મળી, ધાણા પણ પોઝિટીવ છે, ધાણા માટે ખાસ કરીને ઓછું ઉત્પાદન અને મજબૂત એક્સપોર્ટ માગની અસર જોવા મળી, જ્યારે ગુવાર પેકમાં નીચલા સ્તરેથી સુધારો દેખાઈ રહ્યો છે.