કોમોડિટી લાઇવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $85ની નીચે, સોના-ચાંદીની ચમક ઘટી | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $85ની નીચે, સોના-ચાંદીની ચમક ઘટી

સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી નોંધાયો ઘટાડો, COMEX પર સોનું 2000ના સ્તરની નીચે આવ્યું, ચાંદીમાં 23 ડૉલરની નીચે કારોબાર યથાવત્.

અપડેટેડ 12:30:34 PM Nov 07, 2023 પર
Story continues below Advertisement
ક્રૂડમાં ફરી ઉપલા સ્તરેથી નોંધાયો ઘટાડો, બ્રેન્ટના ભાવ 85 ડૉલરની નીચે આવ્યા, ચાઈના તરફથી માગ ઘટવાની આશંકાએ કિંમતો તૂટી.

ચાઈના તરફથી માગ ઘટવાની આશંકાએ ક્રૂડમાં ફરી એકવાર ઉપલા સ્તરેથી દબાણ બન્યું, જ્યાં બ્રેન્ટના ભાવ 85 ડૉલરની નીચે આવ્યા, તો nymex ક્રૂડમાં આશરે પા ટકાથી વધુના ઘટાડા સાથે 81 ડૉલરની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે, આ સાથે જ સ્થાનિક બજારમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર થઈ રહ્યો છે. વાસ્તવમાં બજારની નજર આજે આવનાર ચાઈનાના ટ્રેડ બેલેન્સનાં આંકડા અને ગુરૂવારે જાહેર થનાર cpiનાં આંકડાઓ પર બનેલી છે, આ ઉપરાંત સાઉદી અરબ અને રશિયા ડિસેમ્બર સુધી ઓઈલ ઉત્પાદનમાં કાપ યથાવત્ રાખશે તેવા સમાચારોના કારણે પણ ક્રૂડના સેન્ટિમેન્ટ નબળા પડ્યા છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકા જેટલી તેજી સાથે 273ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ઠંડીનીસિઝન શરૂ થતા અહીં માગ વધવાની આશા બની રહી છે.

ડૉલર ઇન્ડેક્સમાં અને US બોન્ડ યીલ્ડમાં આવેલી મજબૂતીના કારણે ફરી સોનામાં ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાયો, જ્યાં COMEX પર ભાવ 2000 ડૉલરના સ્તરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં લગભગ પા ટકાના ઘટાડા સાથે 60,559ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.


સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ જોવા મળ્યું, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની નીચે યથાવત્ રહ્યા, તો સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુનો ઘટાડો આવતા 71,620ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.

ગઈકાલની રિકવરી બાદ આજે ફરી LME પર કોપરની કિંમતોમાં દબાણ બન્યું, જ્યાં મજબૂત ડૉલર ઇન્ડેક્સની અસર દેખાઈ રહી છે. અહીં મોંઘવારીનું દબાણ, ભૌગોલિક તણાવો અને ઉંચા વ્યાજ દરોના કારણે તમામ મેટલ્સની માગ પર નેગેટીવ અસર દેખાઈ રહી છે.

એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો જ્યાં જીરામાં ગઈકાલની તેજી યથાવત્ જોવા મળી રહ્યું છે. તો હળદરમાં ફ્લેટ કારોબોરા જોવા મળી રહ્યો છે. તો ધાણામાં ઉપલા સ્તરે થી દબાણ બનતું જોવા મળી રહ્યું છે. ગુવાર પેકમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો જ્યાં ગુવાર સીડમાં ફ્લેટ ટુ પોઝીટીવ તો ગુવાર ગમમાં ફ્લેટ નેગેટીવ કારોબાર જોવા મળ્યો.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 07, 2023 12:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.