નબળી સેફ હેવન બાઈંગના કારણે સોનાની કિંમતોમાં સતત દબાણ જોવા મળી રહ્યું છે, comex પર કિંમતો 1940 ડૉલરની નીચે આવતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં મજબૂત રૂપિયાના કારણે ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળી રહ્યો છે.
નબળી સેફ હેવન બાઈંગના કારણે સોનાની કિંમતોમાં સતત દબાણ જોવા મળી રહ્યું છે, comex પર કિંમતો 1940 ડૉલરની નીચે આવતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં મજબૂત રૂપિયાના કારણે ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં પણ દબાણ વધતું દેખાયું, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની નીચે રહ્યા, તો સ્થાનિક બજારમાં લગભગ અડધા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
સ્ટોકમાં ઘટાડો, risk appetiteમાં સુધારો અને ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે lme પર મોટાભાગની મેટલ્સમાં રિકવરી જોવા મળી, પણ સ્થાનિક બજાર તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે lme વેરહાઉસમાં એલ્યુમિનિયમનો સ્ટોક 4,750 ટનથી ઘટ્યો હોવાથી એલ્યુમિનિયમની કિંમતોમાં રિકવરી નોંધાઈ રહી છે.
ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર યથાવત્ છે, અહીં બ્રેન્ટની કિંમતો 76 ડૉલરની ઉપર નીકળતી દેખાઈ, તો nymex ક્રૂડમાં નફાવસુલીનું દબાણ જોવા મળી રહ્યું છે. સાથે જ સ્થાનિક બજારમાં પણ રેન્જબાઉન્ડ કામકાજ થઈ રહ્યું છે. અહીં પણ ચાઈના તરફથી ક્રૂડની માગ વધવાની આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. બજારની નજર આજે આવનાર us ઇન્વેન્ટરીના આંકડાઓ ઉપર બનેલી છે.
ગઈકાલની નરમાશ બાદ સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાની મજબૂતી આવતા કિંમતો 212ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેકમાં જીરા અને ધાણામાં આશરે અડધા ટકાથી વધુની તેજી જોવા મળી, પણ NCDEX દ્વારા હળદર વાયદા પર વધારાના માર્જિનનો સમય લંબાયો હોવાથી હળદરમાં આજે ફ્લેટ કામકાજ થઈ રહ્યું છે. તો ગુવાર પેકમાં પણ સારી રિકવરી જોવા મળી, પણ કપાસિયા ખોળમાં લગભગ પા ટકાથી વધુનું દબાણ યથાવત્ રહેતું દેખાઈ રહ્યું છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.