ડૉલર ઇન્ડેક્સમાં દબાણ અને ફેડ તરફથી વ્યાજ દર વધવાની આશંકાએ સોનાની કિંમતોમાં મજબૂતી જોવા મળ્યા, જ્યાં COMEX પર ભાવ 1915 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 58,750ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણ અને ફેડ તરફથી વ્યાજ દર વધવાની આશંકાએ સોનાની કિંમતોમાં મજબૂતી જોવા મળ્યા, જ્યાં COMEX પર ભાવ 1915 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 58,750ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનાને પગલે ચાંદીમાં પણ રિકવરી જોવા મળી, અહીં વૈશ્વિક બજારમાં 24 ડૉલરની પાસે કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં 73,588ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી હતી.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે ઝિંકની કિંમતોમાં મજબૂતી જોવા મળી, જોકે ચાઈનાના મેન્યુફેક્ચરિંગ PMIના આંકડા પહેલા કોપરમાં ઉપલા સ્તરેથી દબાણ જોવા મળ્યું, તો સ્થાનિક બજાર તરફથી પણ મિશ્ર સંકેતો મળી રહ્યા છે.
ક્રૂડ ઓઈલમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે, અહીં બ્રેન્ટમાં કિંમતો 84 ડૉલરના સ્તરની ઉપર પહોચી, તો NYMEX ક્રૂડમાં 79 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. પણ સ્થાનિક બજારમાં આશરે 1 ટકાથી વધુની તેજી દેખાઈ. ઉલ્લેખનિય છે કે ચાઈના તરફથી અર્થતંત્રને સપોર્ટ કરતા પગલાંઓના કારણે ટ્રેડિંગ એક્ટિવિટી સાથે માગ વધવાની આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં શરૂઆતી કરોબારમાં આશરે સાડા 3 ટકા જેટલી તેજી સાથે 216ના સ્તરની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ, આ સાથે જ USમાં 5 વર્ષના સરેરાશ કરતા નેચરલ ગેસની ઇન્વેન્ટરી 9.5% વધારે નોંધાઈ, જેને કારણે US નેચરલ ગેસની કિંમતો પણ 18 bcfથી વધી છે.
એગ્રી કૉમોડિટીમાં સૌ પ્રથમ વાત કરીએ ઇસબગુલની તો, રાજ્યમાં ઈસબગુલના ઉત્પાદનમાં ધરખમ વધારો નોંધાયો છે.
ઉંઝા APMCમાં ઈસબગુલનાં વેપારમાં વધારો થયો છે. ઈસબગુલમાં ઉત્પાદન, પ્રોત્સાહન અને વેપારમાં ઉંઝા APMC અગ્રેસર છે. ઇસબગુલ પ્રોસેસીંગમાં ગુજરાત ભારતમાં મોખરે છે. ગુજરાતમાં ઇસબગુલનું ઉત્પાદન છેલ્લા 5 વર્ષમાં બમણું થયું છે. કોર્પ ડાયવર્જનના કારણે ઉત્પાદનમાં વધારો નોંધાયો. સારી કિંમતો મળતા ઇસબગુલ પર ફોકસ વધ્યું.
ઈસબગુલને ઔષધિય પાક ગણવામાં આવે છે. બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, જામનગર અને રાજકોટમાં વાવેતર થાય છે. અમેરિકા સૌથી વધુ ઇસબગુલ ખરીદદાર દેશ છે. દેશમાં ઇસબગુલના કુલ ઉત્પાદનના 93%ની નિકાસ વિશ્વમાં થાય છે. કોર્પ ડાયવર્જન, સારી કિંમત અને સરકાર તરફથી સબ્સિડી મળતા ખેડૂતો ઇસબગુલના પાક તરફ વળ્યા જેને કારણે ઉત્પાદનમાં વધારો નોંધાયો છે.
ગુવાર પેકમાં ફરી દબાણ આવતા સીડ અને ગમમાં આશરે પા ટકાથી વધુનું દબાણ જોવા મળ્યું, તો મસાલા પેકમાં હળદરમાં આશરે 1 ટકાથી વધુની તેજી જોવા મળી, પણ જીરા અને ધાણામાં દબાણ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. આ સાથે જ એરંડામાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ જોવા મળી રહ્યું છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.