કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબાર - Commodity market: Business with strength in gold-silver, business with strength in crude | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબાર

નેચરલ ગેસમાં શરૂઆતી કારોબારમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો. જ્યાં નેચરલ ગેસમાં લગભગ અડધા ટકાની આસપાસના દબાણ સાથે 187ના સ્તર પર જોવા મળ્યું.

અપડેટેડ 06:14:24 PM Apr 18, 2023 પર
Story continues below Advertisement

હવે નજર કરીએ સોના પર તો મુખ્ય કરન્સીની સામે US ડૉલરમાં ઘટાડાના કારણે એશિયન ટ્રેડમાં આજે COMEX પર સોનામાં તેજી જોવા મળી રહી છે. જ્યાં કારોબાર અડધા ટકાની તેજી સાથે 2000ની ઉપરના સ્તરનો કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં પણ ભાવમાં પા ટકાની તેજી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે ગયા સપ્તાહમાં આવેલા USના આર્થિક ડેટામાં રિટેલ વેચાણમાં અનુમાન કરતા વધારે ઘટતા દેખાયા છે.

તો ચાંદીમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં સ્થાનિક બજાર પર નજર કરીએ તો મામુલી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો કોમેક્સ પર મામુલી દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો છે.

ચીનના GDPના આંકડા બાદ ક્રૂડમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો. પરંતુ ત્યાર બાદ ક્રૂડમાં ઉપરના સ્તરેથી દબાણ આવતુ જોવા મળ્યું. જ્યાં NYMEX પા ટકાના દબાણ સાથે 80 ડૉલર આસપાસ કારોબાર કરતું જોવા મળ્યું. જ્યારે બ્રેન્ટમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં પણ મામૂલી નરમાશ આવતી જોવા મળી રહી છે.


નેચરલ ગેસમાં શરૂઆતી કારોબારમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો. જ્યાં નેચરલ ગેસમાં લગભગ અડધા ટકાની આસપાસના દબાણ સાથે 187ના સ્તર પર જોવા મળ્યું.

નજર કરીએ મેટલ્સના કારોબાર તો ચીનના GDP ડેટા અનુમાન કરતા મજબૂત આવવાના કારણે LME પર તમામ બેઝ મેટલ્સના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ એશિયન ટ્રેડમાં આજે વધતા દેખાયા છે. તો સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં પોઝિટીવ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ચીનના GDPના ડેટા વિશ્વના સૌથી મોટા ગ્રાહકો પાસેથી માંગમાં સારો ગ્રોથ સૂચવી રહ્યાં છે.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, માસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં જીરૂ પા ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. તો ધાણામાં મામૂલી ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો હળદરમાં અડઘા ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે. તો ગુવાર પેકમાં વેચવાલી તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. ગુવાર ગમમાં મામૂલી દબાણ તો ગુવાર સીડમાં પા ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે. તો કપાસીયા ખોળમાં મામૂલ તેજી તરફી માહોલ જોવા મળ્યો.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 18, 2023 6:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.