સોનામાં વેચવાલીના માહોલ બાદ રિકવરી આવતી જોવા મળી રહી છે. અક્ષર તૃતિયા અને વિદેશી બેન્કના ગ્રીનબેકના વેચાણથી રૂપિયાને મળલા સપોર્ટને કારણે સોનામાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક બજારમાં સોનું પા ટકાની તેજી સાથે 60450ની આસપાસ કારોબાર કરતુ જોવા મળી રહ્યું છે. તો વૈશ્વિક બજારમાં સોની કિંમતો 2000 ડૉલર ઉપર યથાવત્ જોવા મળી રહી છે.
ત્યારે અક્ષર તૃતિયાની ખરીદીની અસર ચાંદીમાં પણ જોવા મળી રહી છે. ચાંદીની કિંમતો અડધા ટકાની તેજીનો માહોલ સાથે 75856ની આસપાસ કારોબાર કરતી જોવા મળી રહી છે. તો વૈશ્વિક બજારમાં ચાંદી અડધા ટકા ઉપરના કારોબાર સાથે 25 ડૉલર પાર પહોંચતી જોવા મળી રહી છે.
ત્યારે નેચરલ ગેસમાં બે દિવસની વેચવાલી બાદ નીચેના સ્તરેથી રિકવરી આવતી જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિક બજારમાં મામૂલી તેજી સાથે 185ના સ્તર આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સ પણ લાલ નિશાનમાં કારોબાર કરતુ જોવા મળી રહ્યું છે. ફેડ દ્વારા વ્યાજ વધારાની આશંકાથી મેટલ્સની કિંમતો પર અસર જોવા મળી રહી છે. જ્યારે કોપરની કિંમતો 7 સપ્તાહના નીચલા સ્તર પર પહોંચતી જોવા મળી રહી છે. ત્યારે બેઝ મેટલ્સ પૈકી કોપર અને ઝિંકમાં એક ટકા ઉપરનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે તો એલ્યુમિનિયમ અને લેડમાં અડધા ટકા નીચેના દબાણ સાથે કારોબાર કરી રહ્યું છે.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં એક્શન આજે પણ જોવા મળ્યું, જ્યાં જીરામાં ચાર ટકાની તેજી રહી, તો ધાણામાં પણ આવી લગભગ અડધા ટકાની તેજી તો હળદરમાં દબાણ બન્યું, તો ગુવાર પેક તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યા ગુવારસીડમાં મામુલી દબાણ સાથેનો કારોબાર રહ્યો, પણ ગુવાર ગમમાં લગભગ સવા ટકાનું દબાણ જોવા મળ્યું. જોકે કપાસિયા ખોળમાં આશરે અડધા ટકાથી વધુની તેજી દેખાઈ રહી છે.