કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબાર - Commodity Markets: Gold, silver trading with softness, Crude trading with strength | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબાર

નેચરલ ગેસમાં પણ તેજીનો માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસ સાડા ત્રણ ટકાની તેજી સાથે 179ના આસપાસ કારોબાર કરતું જોવા મળ્યું.

અપડેટેડ 05:51:15 PM Apr 17, 2023 પર
Story continues below Advertisement
ક્રૂડ ઓઈલ મજબૂતની સાથે કારોબાર જોવા મળ્યો તો સ્થાનિક બજારમાં અડધા ટકાની તેજી સાથે 6099ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો.

સોનામાં વોલેટાલિટી યથાવત્ છે, જ્યાં કોમેક્સ પર કિંમતો નીચલા સ્તરેથી સુધરતા 2000ના સ્તરની ઉપર કારોબાર જોવા મળ્યો, તો સ્થાનિક બજારમાં 60,525 રૂપિયાના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે US ફેડ અધિકારીઓ તરફથી અનિશ્ચિત વલણના કારણે શુક્રવારે સોનાની કિંમતોમાં આશરે 2 ટકાનું દબાણ જોવા મળ્યું હતું. આ સાથે જ CITI મુજબ આ વર્ષે સોનાનો ભાવ COMEX પર 2050 પ્રતિ ઔંસ ડૉલરના સ્તરની આસપાસ રહી શકે છે.

જોકે ચાંદીમાં ઉપલા સ્તરેથી મામુલી દબાણ છે, તેમ છતા વૈશ્વિક બજારમાં ભાવ 25 ડૉલરની ઉપર છે, તો સ્થાનિક બજારમાં 75,950 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ડૉલરમાં આવેલી મજબૂતી અને બેઝ મેટલ્સમાં નરમાશની અસર ચાંદીની કિંમતો પર દેખાઈ રહી છે.

ક્રૂડમાં શરૂઆતી તેજી પર અંતે બ્રેક લગાતી જોવા મળી. જ્યાં સ્થાનિક બજારમાં ક્રૂડમાં અડધા ટકાનો ઘટાડો જોવા મળ્યો. તો બ્રેન્ટનો ભાવ 86 ડૉલરને પાર યથાવત્ છે.


નેચરલ ગેસમાં પણ તેજીનો માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસ સાડા ત્રણ ટકાની તેજી સાથે 179ના આસપાસ કારોબાર કરતું જોવા મળ્યું. ઉલ્લેખનિય છે કે શોર્ટ કવરિંગ અને ઠંડા હવામાનની આગાહીના કારણે નેચરલ ગેસમાં આજે પોઝિટીવ એક્શન જોવા મળી છે.

મેટલ્સમાં ઉપરના સ્તરેથી દબાણ આવતુ જોવા મળ્યું. તો બેઝ મેટલ્સ પૈકી એલ્યુમિનિયમ અને ઝિંકમાં નરમાશ જોવા મળી તો કોપરમાં પણ અડધા ટકાનું દબાણ આવતું જોવા મળ્યું જ્યારે શરૂઆતી કારોબારમાં કોપરની કિમતોમાં ચાઈનાના મજબૂત ટ્રેડ આંકડાના કારણે વધારો આવતો જોવા મળ્યો હતો. ત્યારે મેટલ્સ પૈકી લેડમાં સૈથી વધુ એક ટકાનું દબાણ આવતું જોવા મળ્યું હતું.

નજર કરીએ એગ્રી કૉમોડિટીઝ પર તો મસાલા પેકમાં આજે નેગેટીવ એક્શન જોવા મળ્યું છે. જ્યાં જીરામાં લગભગ 4 ટકાનું દબાણ. તો ધાણામાં પણ સવા બે ટકાનું દબાણ છે. તો હળદરમાં અડધા ટકાથી વધારેનું દબાણ છે. તો ગુવાર પેકમાં આજે ફ્લેટ કારોબાર જોવા મળ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 17, 2023 5:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.