કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીમાં જોવા મળી એક્શન | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીમાં જોવા મળી એક્શન

ચાઈનાના મજબૂત GDPનાં આંકાડઓથી કિંમતોને સપોર્ટ મળ્યો. ચાઈનાના નવા ઘર બાંધકામનાં આંકડાઓમાં ઘટાડો.

અપડેટેડ 01:20:52 PM Oct 20, 2023 પર
Story continues below Advertisement
ચાઈનાના મજબૂત GDPનાં આંકાડઓથી કિંમતોને સપોર્ટ મળ્યો. ચાઈનાના નવા ઘર બાંધકામનાં આંકડાઓમાં ઘટાડો.

આ સપ્તાહે ભૌગોલિક તણાવોની અસર નોન એગ્રી કૉમોડિટીના કારોબાર પર રહેતી દેખાઈ, જ્યાં ક્રૂડ ઓઈલ 100 ડૉલરના સ્તર તરફ આગળ વધી રહ્યું છે, તો સોના-ચાંદીને સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળી રહ્યો છે. પણ બેઝ મેટલ્સમાં હજી પણ સુસ્તી દેખાઈ રહી છે. મુખ્યવે ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડમાં સપ્લાય વિક્ષેપનો ભય બની રહ્યો છે, તો સોના-ચાંદીમાં રોકાણ વધી રહ્યું છે, આવામાં માત્ર બેઝ મેટલ્સનું પ્રદર્શન સુધરતું નથી દેખાયું. અહીં ઇન્વેન્ટરીમાં વધારા સામે ઓછી માગની સ્થિતીએ કિંમતો હજી પણ નાની રેન્જમાં છે. આવામાં હવે તહેવારી સિઝન શરૂ થતા આ કૉમોડિટીમાં કેવા કારોબાર જોવા મળશે, કઈ કૉમોડિટી પર ફોકસ રાખવું અને ક્યાં છે નીચલા સ્તરે ખરીદી કરવાની તક.

આ સપ્તાહમાં ક્રૂડમાં ઘણી વોલેટિલિટી જોઇ.. ઓવરઓલ જોઇએ તો ક્રૂડ આ સપ્તાહ અઠી ટકાની તેજી બતાવી. ગયા સપ્તાહ 7.5 ટકા તેજી બતાવી હતી.

ક્રૂડમાં કારોબાર


આ સપ્તાહે ઘણી વોલેટાલિટી જોવા મળી. સપ્તાહના અંતે કિંમતો વધીને 2 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. ઈરાને મુસ્લિમ દેશોને ઈઝરાયેલ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી. ઇઝરાયેલ કઝાકિસ્તાન,ઇરાક,અઝરબૈજાનમાંથી 2,50,000 bpd આયાત કરે છે. US ક્રૂડની ઇન્વેન્ટરી 4.5 મિલિયન બેરલ ઘટીને 419.7 મિલિયન રહી. ગેસોલિન ઇન્વેન્ટરી 2.4 મિલિયન બેરલ ઘટીને 223.3 મિલિયન રહી. USએ વેનેઝુએલા પર લગાવેલ પ્રતિબંધો હળવા કર્યા.

શું બોલ્યા જેરોમ પૉવેલ?

મોંઘવારી દર 2% લાવવા માટે પ્રતિબદ્ધ છે. મોંઘવારી ઘટી છે પણ હજુ પણ વધારે છે. સ્થિતિ આવી ક્યાં સુધી રહેશે તે કહેવું અઘરું છું. હાલની પૉલિસી જોઈએ એટલી કડક નથી.

બોન્ડ યીલ્ડમાં કારોબાર

10 યર US બૉન્ડ યીલ્ડ 5%ને પાર છે. 20 જુલાઈ 2007 બાદ પહેલીવાર 5% થી વધુ છે. 2007માં US બૉન્ડ યીલ્ડ 5.029%ના સ્તર પર હતો.

આ સપ્તાહે કિંમતો વધીને 11 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ.

સોનામાં કારોબાર

આ સપ્તાહે સોનાની કિંમતો વધીને 11 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ. ઇઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધથી સેફ હેવન માગ વધી. ગત સપ્તાહે કિંમતોમાં 5%નો વધારો નોંધાયો હતો. ભારતમાં 10 ગ્રામ પ્રતિ સોનાનો ભાવ 60,000 થયો. 2024માં US ફેડ વ્યાજ દરમાં ઘટાડો કરવાનું શરૂ કરે તેવી આશા છે. આ સપ્તાહે COMEX પર ભાવ 1982 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા. 5 ઓક્ટોબરના નીચલા સ્તરેથી કિંમતો આશરે 8.5% વધી.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધની સોના પર અસર

યુદ્ધના કારણે સોનાની સેફ હેવન માગ સતત વધી રહી છે. યુદ્ધની આર્થિક અસરથી બચવા સેન્ટ્રલ બેન્કો વ્યાજ દરમાં વધારો અટકાવી શકે. સ્થાનિક બજારમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામે 62,000-65,000 થવાની ધારણા છે. યુદ્ધ વધતા વૈશ્વિક બજારમાં ભાવ 2100 ડૉલરની ઉપર પહોંચી શકે છે.

સોના-ચાંદીમાં તેજીના કારણો

ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં વધારો. માગ વધવાથી કિંમતોને સપોર્ટ મળ્યો. ફેડના નિવેદનથી પૉલિસી કડક રહે તેવા અનુમાન છે. ચાઈનાએ 1 અને 5 વર્ષના લેન્ડિંગ રેટ સ્થિર રાખ્યા.

મેટલ્સ

ચાઈનાના મજબૂત GDPનાં આંકાડઓથી કિંમતોને સપોર્ટ મળ્યો. ચાઈનાના નવા ઘર બાંધકામનાં આંકડાઓમાં ઘટાડો. ચાઈનાએ 1 અને 5 વર્ષના લેન્ડિંગ રેટ સ્થિર રાખ્યા.

બેઝ મેટલ્સમાં કારોબાર

ચાઈનાના મજબૂત GDPનાં આંકાડઓથી કિંમતોને સપોર્ટ મળ્યો. ચાઈનાના નવા ઘર બાંધકામનાં આંકડાઓમાં ઘટાડો છે. આ સપ્તાહે કોપરની કિંમતો 5 સપ્તાહના નીચલા સ્તરે પહોંચતી દેખાઈ. નિકલમાં આશરે 2 વર્ષના નીચલા સ્તરે કારોબાર નોંધાયો. LME અને શંઘાઈ પર કોપરની ઇન્વેન્ટરમાં ઘટાડો થયો. 2023 સુધી કોપરની સપ્લાય 26% વધવાની આશા છે. 2023 સુધી કોપરની માગ 50% વધવાની આશા છે. EV બેટરીની કિંમતો ઘટતા નિકલની માગ ઘટી. ઇન્વેન્ટરીમાં વધારાથી નિકલની કિંમતો પર અસર છે. એલ્યુમિનિયમની કિંમતો 2,200 ડૉલરની પણ નીચે પહોંચતી દેખાઈ.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 20, 2023 1:20 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.