કોમોડિટી રિપોર્ટ: એલ્યુમિનિયમની કિંમતો 5 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ. જુલાઈમાં ચાઈનાનું એલ્યુમિનિયમ ઉત્પાદન 2% વધ્યું.
આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા, જ્યાં ગત સપ્તાહે ક્રૂડની કિંમતો લગભગ 20% વધતી દેખાઈ હતી, પણ આ સપ્તાહના અંતે ઉપલા સ્તરેથી નફાવસુલી અને માગ ઘટવાની ચિંતાએ કિંમતો ઘટી અને બ્રેન્ટમાં ફરી 85 ડૉલરની નીચે કારોબાર નોંધાયો, સાથે જ ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડમાં વધારાથી સોના-ચાંદીની ચમક પણ દિવસે-દિવસે ફીકી પડતી દેખાઈ રહી છે, તો બેઝ મેટલ્સમાં પણ સમગ્ર સપ્તાહ દરમિયાન દબાણ સાથે નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે.
વધતી યીલ્ડ અને US ફેડ દ્વારા વધુ ભાવ વધારાની અપેક્ષાઓ પાછળ સોનું 5 મહિનાના નીચા સ્તરે પહોંચ્યું.
સોના-ચાંદીમાં કારોબાર
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની કિંમતો પર દબાણ વધ્યું. COMEX પર સોનું 5 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતું દેખાયું. વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો ઘટીને 1.5 મહિનાના નીચલા સ્તરે આવી. MCX પર સોનું 59000 રૂપિયાના સ્તરની નીચે આવ્યું. 11 જુલાઈ બાદ સોનામાં મોટો ઘટાડો નોંધાયો. સ્થાનિક બજારમાં ચાંદી 70,000 રૂપિયાના સ્તરની નીચે પહોંચી.
સોના-ચાંદીમાં દબાણના કારણો
આશા કરતા વધારે આવ્યા USના રિટેલ વેચાણનાં આંકડા આવ્યા. જુલાઈમાં 0.70% પર રહ્યા રિટેલ વેચાણનાં આંકડા આવ્યા. રિટેલ વેચાણ વધારે હોવાથી USમાં દર વધવાની આશંકા વધી. બજારને ફેડનું વલણ કડક રહેવાની આશંકા છે. ડૉલરમાં મજબૂતીથી કિંમતો પર બન્યું દબાણ. આ સપ્તાહે ડૉલર ઇન્ડેક્સ 103ના સ્તરની ઉપર રહ્યો.
મેટલ્સમાં કારોબાર
આ સપ્તાહે કિંમતોમાં દબાણ જોવા મળ્યું. ચાઈનાના નબળા ટ્રેડ આંકડાઓથી કિંમતો પર દબાણ કર્યુ. ચાઈનાના ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ આંકડા પણ નબળા રહ્યા. ચાઇના બેંક લોન 14-મહિનાની નીચી સપાટીએ સરક્યા. ફેબ્રુઆરી 2020 બાદથી ચાઈનાના એક્સપોર્ટમાં મોટો ઘટાડો કર્યો. એલ્યુમિનિયમની કિંમતો 5 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ. જુલાઈમાં ચાઈનાનું એલ્યુમિનિયમ ઉત્પાદન 2% વધ્યું.
આ વર્ષે હાલ સુધી ચીનમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન 2.7% વધ્યું. નબળી માગના કારણે આયર્ન ઓરના ભાવ આશરે 2 મહિનાના નીચલા સ્તરે રહ્યા. સ્ટીલની કિંમતો 2 મહિનાના નીચલા સ્તરે પહોંચતી દેખાઈ. નિકલમાં 1 વર્ષના નીચલા સ્તરની પાસે કારોબાર નોંધાયો. ચાઈના અને ઇન્ડોનેશિયા તરફથી સપ્લાય વધતા નિકલ પર દબાણ દેખાયા. કોપરમાં કિંમતો ઘટીને 2 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી. ઝિંકમાં 3 સપ્તાહના નીચલા સ્તરે કારોબાર જોવા મળ્યો.
ચીનનું રિયલ એસ્ટેટ સંકટમાં!
ચીનની રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડ નાદાર થઈ જશે. કંપનીએ બેન્કરપ્સી માટે અરજી કરી. ચીનની બીજી સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની છે. રિયલ એસ્ટેટ કંપનીઓની ખોટ વધવાની આશા છે. નબળી અર્થવ્યવસ્થાની સેક્ટર પર અસર રહી. રિયલ એસ્ટેટ કંપનીઓના ડિફૉલ્ટનો ભય વધ્યો. રિયલ એસ્ટેટ સેક્ટર 2 વર્ષથી મુશ્કેલીમાં છે.
ચીનનું કરન્સી માર્કેટ
ચીનની સરકારનો સરકારી બેન્કોને આદેશ છે. બેન્કોને કરન્સી માર્કેટમાં હસ્તક્ષેપ કરવાનો આદેશ આપ્યો. યુઆનમાં ઘટાડો રોકવા સરકાર ઇચ્છે છે.
ચીનમાં ઘટ્યા દર
1 વર્ષની લોનના દર 0.15% ઘટ્યા. પાછલા 3 વર્ષમાં દરોમાં સૌથી વધુ કાપ કર્યો. આવનારા સપ્તાહ લોન પ્રાઇમ રેટમાં પણ કાપ થઇ શકે છે.
ચીનમાં સ્થિતિ સારી નહીં
ડિફૉલ્ટની સ્થિતિમાં Zhougzhi એન્ટરપ્રાઇઝ પહોંચી. ચીનની સૌથી મોટી પ્રાઇવેટ વેલ્થ મેનેજમેન્ટ કંપની છે. Zhougzhi$13800 કરોડનું ફંડ મેનેજ કરે છે. કન્ઝ્યુમર સ્પેન્ડિંગ, રોકાણમાં ઘટાડો આવ્યો. ચીનમાં બેરોજગારોની સંખ્યા વધી.