Gold Rate Dhanteras 2023: ધનતેરસ-દિવાળીથી પહેલા સોનાના ભાવમાં ઘટાડો, ચેક કરો કેટલું સસ્તું થયો ગોલ્ડ
Gold Rate in Dhanteras-Diwali Week: ધનતેરસ-દિવાળીના સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સપ્તાહના બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. 22 અને 24 કેરેટ ગોલ્ડના રેટમાં 100 થી 150 રૂપિયાનો ઘટાડો થયો છે.
Gold Rate in Dhanteras-Diwali Week: ધનતેરસ-દિવાળીના સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સપ્તાહના બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. 22 અને 24 કેરેટ ગોલ્ડના રેટમાં 100 થી 150 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હી એનસીઆરમાં સોનાનું ભાવ 61,500 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. ચાંદીના ભાવ 75,200 રૂપિયા પર છે. ચાંદીના ભાવમાં તેજી આવી છે.
દેશના અન્ય શેહેરોની વાત કરે તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 56,300 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 61,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના મોટા શહેરોમાં 7 નવેમ્બર 2023એ આ રહ્યો સોનાના ભાવ
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
મુંબઈ
56,250
61,360
ગુરુગ્રામ
56,400
61,510
કોલકાતા
56,250
61,360
લખનઉ
56,400
61,510
બેંગ્લોર
56,250
61,360
જયપુર
56,400
61,510
પટણા
56,300
61,410
ભુવનેશ્વર
56,250
61,360
હૈદરાબાદ
56,250
61,360
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.