ફેડ દ્વારા વ્યાજ દર વધારાની આશંકાએ કિંમતો ઘટી. કોપરની કિંમતો 7 સપ્તાહના નીચલા સ્તરની પાસે છે. હાલના નીચલા સ્તરેથી US ડૉલરમાં રિબાઉન્ડ છે. ટૂંકાગાળે માગને લઈ ચિંતા છે.
સોનાની કિંમતોમાં પણ વેતવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડૉલરમાં આવતી મજબૂતી અને US ફેડ, ECB અને BoE દ્વારા વ્યાજ દર વધારાની આશંકાએ સોનાની કિંમતો તૂટતી દેખાય રહી છે.
ક્રૂડ ઓઈલમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં ક્રૂડ બે ટકા આસપાસના દબાણ સાથે 6464 પર કારોબાર કરી રહ્યું છે.. જ્યારે બ્રેન્ટ અને NYMEXમાં પણ એક ટકા આસપાસનું દબાણ જોવા મળી રહ્યું છે. માંગ વધવાની આશંકા અને US ફેડના વ્યાજ દરમાં વધારાને કારણે ક્રૂડની કિંમતોમાં ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે.
રાતોરાત કિંમતો 2% ઘટતી દેખાઈ, કિંમતો 2 સપ્તાહના નીચલા સ્તરે આવી. મે મહિનામાં US ફેડ વ્યાજ દરમાં 25 bpsનો વધારો કરી શકે. આ વર્ષે ECB વ્યાજ દર સતત ત્રીજી વાર વધારી શકે. USમાં ઇન્વેન્ટરી 4.6 મિલિયન bblથી ઘટી. ચાઈનાના મજબૂત આંકડાના કારણે માંગ વધવાની આશંકા છે. પ્રોડક્શન કાપ છતા રશિયાનો એક્સપોર્ટ 2019 બાદથી સૌથી ઉપલા સ્તરે છે. નબળી ડીઝલ માગના કારણે US હિટીંગ ઓઈલ જાન્યુઆરી 2022ના નીચલા સ્તરે છે.
ત્યારે નેચરલ ગેસમાં પણ વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો બે ટકાની આસપાસના દબાણ સાથે 180 પર પહોંચતી દેખાય રહી છે.
સોનાની કિંમતોમાં પણ વેતવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડૉલરમાં આવતી મજબૂતી અને US ફેડ, ECB અને BoE દ્વારા વ્યાજ દર વધારાની આશંકાએ સોનાની કિંમતો તૂટતી દેખાય રહી છે. તો સ્થાનિક બજારમાં સોનાની કિંમતો મામૂલી દબાણ સાથે 60215 ના સ્તરની આસપાસ પહોંચતી દેખાય રહી છે. ત્યારે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2000 ડૉલર નીચે પહોંચતી દેખાય રહી છે.
સોનાના પગલે ચાંદીમાં પણ નરમાશ આવતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં અડધા ટકાના દબાણ સાથે ચાંદીની કિંમતો 75053 પર પહોંચતી દેખાય રહી છે. તો વૈશ્વિક બજારમાં કિંમતો અડધા ટકાના દબાણ સાથે 25 ડૉલર ઉપર જોવા મળી રહી છે.
બેઝ મેટલ્સ પણ લાલ નિશાનમાં કારોબાર કરતુ જોવા મળી રહ્યું છે. ફેડ દ્વારા વ્યાજ વધારાની આશંકાથી મેટલ્સની કિંમતો પર અસર જોવા મળી રહી છે. જ્યારે કોપરની કિંમતો 7 સપ્તાહના નીચલા સ્તર પર પહોંચતી જોવા મળી રહી છે. ત્યારે બેઝ મેટલ્સ પૈકી તમામ મેટલ્સમાં અડધા ટકા આસપાસનું દબાણ જોવા મળી રહ્યું છે.
બેઝ મેટલ્સમાં દબાણ
ફેડ દ્વારા વ્યાજ દર વધારાની આશંકાએ કિંમતો ઘટી. કોપરની કિંમતો 7 સપ્તાહના નીચલા સ્તરની પાસે છે. હાલના નીચલા સ્તરેથી US ડૉલરમાં રિબાઉન્ડ છે. ટૂંકાગાળે માગને લઈ ચિંતા છે.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં એક્શન આજે પણ જોવા મળ્યું, જ્યાં જીરામાં પા ટકાથી વધુની તેજી રહી, પણ ધાણા અને હળદરમાં દબાણ બન્યું, તો ગુવાર પેક તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યા ગુવારસીડમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર રહ્યો, પણ ગુવાર ગમમાં લગભગ અડધા ટકાનું દબાણ જોવા મળ્યું. જોકે કપાસિયા ખોળમાં આશરે અડધા ટકાથી વધુની તેજી દેખાઈ રહી છે.