US ઇન્વેન્ટરીમાં ઘટાડો અને બેન્કિંગ સંકટ વધતા માગ ઘટવાના ડરથી ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી દબાણ જોવા મળ્યું, પણ ત્યાર બાદ રિકવરી દેખાઈ, જ્યાં બ્રેન્ટ 81 ડૉલરની પાસે પહોંચ્યું, તો NYMEXમાં 78 ડૉલરની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે..અને સ્થાનિક બજારમાં લગભગ પા ટકાથી વધુની તેજી સાથે 6362ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે USમાં સ્ટોક 6.1 મિલિયન બેરલ્સથી ઘટ્યો, જેને કારણે ક્રૂડમાં ફરી વોલેટાલિટી નોંધાઈ રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકાથી વધુનો ઘટાડો આવતા કિંમતો 198ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી.
ચાંદીમાં પણ નરમાશ રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 25 ડૉલરની નીચે આવતા દેખાયા, પણ સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો સાથે 74,311ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.
ડૉલરમાં મજબૂતી અને માગ ઘટવાની ચિંતાએ મેટલ્સમાં દબાણ વધતું દેખાયું, LME પર કોપર અને નિકલમાં લગભગ 2-5%નો ઘટાડો જોવા મળ્યો, પણ સ્થાનિક બજાર તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, આજે ગુવાર પેકમાં દબાણ વધ્યું, જ્યાં ગુવારગમમાં લગભગ 1 ટકાનું દબાણ બન્યું, તો ગુવારસીડમાં અડધા ટકાથી વધુનો ઘટાડો રહ્યો, તો સતત ત્રણ દિવસની તેજી બાદ કપાસિયા ખોળમાં પમ નરમાશ જોવા મળી, જ્યારે મસાલા પેકમાં જીરા અને ધાણામાં નરમાશ છે, પણ હળદરમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર થતો દેખાઈ રહ્યો છે.