બજાર » સમાચાર » કંપની સમાચાર

પીસીએમાં સામેલ 11 સરકારી બેન્કોની બેઠક થઇ

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 16:50  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રોમ્પટ કરેકટિવ એકશન એટલેકે પીસીએમાં સામેલ 11 સરકારી બેન્કોની સાથે બેન્કિંગ સચિવ અને નાણાં મંત્રી પિયુષ ગોયલની બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારી બેન્કોની સ્થિતી સુધારવા માટે ઉઠાવવામાં આવેલા પગલાંની સમીક્ષા થશે. આ ઉપરાંત બેન્કોમાં CAR એટલેકે કેપિટલ ઈક્વીડીટી રેશ્યો બનાવી રાખવા પર પણ ચર્ચા થશે.


જે બેન્કો આ બેઠકમાં ભાગ લઈ રહી છે તેમાં અલ્હાબાદ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા, કોર્પોરેશન બેન્ક, IDBI બેન્ક, યુકો બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ, દેના બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.


સરકારી બેન્કોની સ્થિતી સુધારવા માટે ચાલી રહેલી બેઠકમાં ભાગ લઈ રહેલાં નાણાં મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે બેન્કોએ જે પ્લાન રજૂ કર્યો છે, તેનાથી બેન્કોની સ્થિતીમાં જલ્દીથી સુધારો આવશે.