બજાર » સમાચાર » કંપની સમાચાર

2 નવા પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના: પ્રતાપ સ્નૅક્સ

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 14:27  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રતાપ સ્નૅક્સના એમડી અને સીઈઓ, અમિત કુમાતનું કહેવુ છે કે કંપનીની આવક 30 ટકા વધી રૂપિયા 279.5 કરોડ પર આવી ગઇ છે. કંપનીનો નફો 13 ટકા ઘટી રૂપિયા 10 કરોડ પર આવી ગયું છે. કંપની એબિટડા 75 ટકા વધી રૂપિયા 21 કરોડ પર આવી ગઇ છે. કંપની માર્જિન્સ 5.6 ટકા સામે 7.5 ટકા પર રહ્યા છે. ગ્રોથવાઇઝ ઘણી તકો છે પણ કાચામાલના ઉચા ભાવની ચિંતા છે, દબાણ વધ્યું છે.


અમિત કુમાતનું કહેવુ છે કે ઇન્દોરમાં અમે ક્ષમતા વદારીશું. કંપનીમાં આ વર્ષે 18-20 ટકાનું ગ્રોથ કરવાની આશા છે. ગત વર્ષે સાઉથ ઈન્ડિયાએ સારો ગ્રોથ આપ્યો છે. સાઉથ ઈન્ડિયાથી 50 ટકાનું ગ્રોથ આવ્યું છે. કંપનીમાં આ વર્ષે 20 ટકાનું ડિવિડન્ડ આપ્યું છે. અનુમાન છે કે દર વર્ષે આ યથાવત જોવા મળી શકે છે. કંપનીનાં પ્રાઇઝિંગમાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે.


અમિત કુમાતનું કહેવુ છે કે કંપનીના માર્જિનમાં સુધારાની આશા છે. ડિમાન્ડમાં ગ્રોથ જોવા મળ્યો છે. કંપનીની કપેસિટીમાં વધારવો છે. એક વર્ષમાં ઇન્દોરમાં કપેસિટીમાં સુધારો આવી જાશે. આવનારા 2 વર્ષમાં 2 નવા પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના છે. અણારી કંપનીને ડિમાર્ટ માંથી સારો સેલ્સ થયો છે.