બજાર » સમાચાર » કંપની સમાચાર

આવતા ક્વાર્ટરમાં 20-30% ગ્રોથની આશા: હેસ્ટર બાયૉસાયન્સ

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 13:06  |  સ્ત્રોત : CNBC-Bajar

હેસ્ટર બાયૉસાયન્સના એમડી એન્ડ સીઈઓ, રાજીવ ગાંધીનું કહેવુ છે કે કંપનીમાં વેચાણ ગ્રોથમાં વધારો જોવા મળ્યો છે. બ્રસેલા ડિઝીસ ગાય અને ભેંસમાં જોવા મળે છે. નવી સરકાર બન્યા બાદ સરકારની પહેલી કેબિનેટ બેઠક થશે. સરકારનું ફોકસ પ્રાણીઓના સ્વાસ્થમાં રહેશે. સરકારે એફએમડી માટે રૂપિયા 13,342 કરોડનું આઉટલે રજૂ કર્યું છે.


રાજીવ ગાંધીનું કહેવુ છે કે એફએમડી એટલે ફુડ એન્ડ માઉથ ડિઝિસ છે. બ્રુસેલા વેકસીન વર્ષમાં 5-6 કરોડ વાછપડાને આપવાનું થાય છે. બ્રુસેલા વેકસીનનું ઇન્ડિયામાં છેલ્લા બે વર્ષથી વેચાણ થઇ રહ્યું છે. બ્રુસેલા રસીનું આવક રૂપિયા 2-3 કરોડ છે. બ્રુસેલા રસીનું ઉત્પાદન વધશે તો ફાયદો થશે. બ્રુસેલા વેક્સીન એક જ પ્રોડ્કટનું વાર્ષિક વેચાણ 50-60 કરોડ થઇ શકે છે. બજેટમાં સરકારે એગ્રીકલ્ચર પર વધારે ધ્યાન આપ્યું છે.


રાજીવ ગાંધીનું કહેવુ છે કે હાલ નેપાળમાં અમારું એક પ્લાન્ટ છે. અમારું એક્સપોર્ટ ગ્રોથ હાલ થોડું નરમ છે. નિકાસ ગ્રોથ આવક કરતા ઓછા રહ્યા છે. હેસ્ટર બાયૉસાયન્સ હાલ બ્રુસેલા રસીનું ઉત્પાદન કરે છે. હેસ્ટર બાયૉસાયન્સ બ્રુસેલા નાબૂદી પ્રોગામમાં યોગદાન આપી રહ્યા છે.