બજાર » સમાચાર » કંપની સમાચાર

ક્વાર્ટર 4 માં 20% ગ્રોથની આશા: જ્યોર્જ મુથુટ

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 14:28  |  સ્ત્રોત : CNBC-Bajar

મુથુટ ફાઈનાન્સના પરિણામ બાદ કંપનીના એમડી જ્યોર્જ મુથુટે અમારી સાથે વાત કરી હતી. આ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અમે માર્જિન જાળવી રાખવામાં સક્ષમ થયા છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ક્વાર્ટર 4 માં 20% ગ્રોથની આશા છે. અમારો નફો ગયા ત્રિમાસિક કરતા 13% વધારે છે.


ગયા 9 મહિનામાં અમે સારૂ કામ કર્યુ છે. Q1 અને Q2માં અમારો ગ્રોથ સારો હતો. બન્ને ત્રિમાસિકમાં અમારો 13% નો ગ્રોથ થયો છે. Q3 અને Q4માં 20% સુધીના ગ્રોથની આશા હતી. Q3માં NBFCમાં સમસ્યાને કારણે બેન્કમાં નુકસાન થયુ છે. Q4માં અમારો લોન ગ્રોથ સારો રહેશે તેવી આશા.