Adani Group Stocks: અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદથી અદાણી ગ્રૂપના સ્ટોક્સ વેચવાલીનું દબાણ હેઠળ છે. આ સમગ્ર પરિસ્થિતિ અંગે અદાણી ગ્રુપ 16મી ફેબ્રુઆરી અને 21મી ફેબ્રુઆરીએ બોન્ડ ઇન્વેસ્ટર્સને અપડેટ આપશે. ઇન્વેસ્ટર્સને મોકલવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર, ગ્રુપ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) જુગશિન્દર સિંઘ અને ગ્રુપ કોર્પોરેટ ફાઇનાન્સ હેડ અનુપમ મિશ્રા કોલ પર હાજર રહેશે. અદાણી ગ્રીન એનર્જીનો કોલ આજે છે, તેમાં સીએફઓ પુંતસોક વાંગ્યાલ હાજરી આપશે. આવતા અઠવાડિયે અદાણી ટ્રાન્સમિશનના સીએફઓ રોહિત સોની અને અદાણી ઇલેક્ટ્રિસિટીના સીએફઓ કિંજલ મહેતા પણ કૉલમાં જોડાશે.