બજાર » સમાચાર » કંપની સમાચાર

5-10 વર્ષમાં ડિમાન્ડમાં વધારાની આશા: શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ

ના રોજ પ્રકાશિત Thu, 01, 2018 પર 13:06  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સનો નફો 16.3 ટકા વધીને 2055.3 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સનો નફો 1649.1 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સની વ્યાજ આવક 22.6 ટકા વધીને 609.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સની વ્યાજ આવક 497.2 કરોડ રૂપિયા રહી હતી.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સના ગ્રૉસ એનપીએ 8.98% થી ઘટીને 8.77% રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સના નેટ એનપીએ 2.74% થી વધીને 2.75% રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે કારોબાર વાતચીત કરતા શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સના એમડી અને સીઈઓ, ઉમેશ રેવાંકરએ કહ્યું છે કે કંપનીમાં સારી તેજી જોવા મળી છે. કંપનીના ડિમાન્ડમાં પણ સુધારો જોવા મળ્યો છે. કંપનીમાં કુલ 13800 કરોડ રૂપિયાનું વેચાણ થયો છે. છેલ્લા વર્ષે 31 ટકાનું ગ્રોથ થયો હતો. કંપનીના ગ્રોસ એનપીએમાં સુધારો જોવા મળ્યો છે. આવનારા ક્વાર્ટર 2-4માં ગ્રોથ વધી શકે છે. કંપની પર કેરળની કોઇ અસર જોવા નથી મળી. કંપનીની લોન ગ્રોથ પહેલા પણ સારી હતી અને આશા છે કે આગળ પણ સારી રહે. આવનારા 5-10 વર્ષમાં ડિમાન્ડમાં વધારાની આશા.