બજાર » સમાચાર » કંપની સમાચાર

હંમેશા પ્રોપર્ટી અને ગુણવત્તા પર ધ્યાન રાખીએ છીએ: ઇન્ડોસ્ટાર કેપિટલ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 13:03  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇન્ડોસ્ટાર કેપિટલના એક્ઝિક્યુટીવ વાઈસ ચેરમેન અને સીઈઓ આર શ્રીધરનું કહેવુ છે કે હંમેશા બિઝનેસની વૃદ્ધિ કરતા ગુણવત્તા પર વધારે આધાર રાખે છે. એસએમઈ, હાઉસિંગ ફાઇનાન્સ,વ્હિકલ ફાઇનાન્સ જેવા બિઝનેસને કારમે તેમને ઘણું ઓછું પ્રેશર સહન કરવું પડે છે.

હંમેશા પ્રોપર્ટી અને ગુણવત્તા પર ધ્યાન રાખીએ છીએ. કોઈપણ નુકસાન વગર 25 હજારનો નફો થયો છે. બીજા ત્રણ બિઝનેસના કારણે પ્રેશર ઓછું હોય છે. એસએમઈ, હાઉસિંગ ફાઇનાન્સ,વ્હિકલ ફાઇનાન્સથી પણ અમને નફો થાય છે.

આઈઆઈએફએલના કમર્શિયલ વ્હિકલ બિઝનેસને બાદ કરતા એયુએમ ગ્રોથ 33% વધ્યો છે. આઈઆઈએફએલના કમર્શિયલ વ્હિકલ બિઝનેસને ગણતા નાણાકીય વર્ષ 19માં એયુએમ ગ્રોથ 89% વધ્યો. રૂપિયા 7200 કરોડ રિટેલ બિઝનેસમાં, રૂપિયા 4500 કરોડ કોર્પોરેટ લેન્ડિંગમાં મળ્યા છે.