બજાર » સમાચાર » કંપની સમાચાર

Amazonનો સેલર્સને ભેટ! ફ્રીમાં આપી રહ્યા છે Covid-19 હેલ્થ ઇન્શ્યોરેન્સ, એવી રહીતે કરવો રજિસ્ટ્રેશન

ના રોજ પ્રકાશિત Wed, 27, 2020 પર 18:32  |  સ્ત્રોત : Moneycontrol.com

કોરોના વાયરસ માંથી સંપૂર્ણ દુનિયા પસાર થઈ રહી છે. તેનાથી બચવા માટે અનેક સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યો છે. ખાનગી કંપનીઓ પણ કર્મચારીઓ પર વિશેષ ધ્યાન આપી રહી છે. આ દરમિયાન, એમેઝોને તેના સેલર્સ માટે ફ્રીમાં કોવિડ-19 હેલ્થ ઇન્શ્યોરન્સ આપવાની જાહેર કરી છે. આ વીમા પૉલિસીમાં હોસ્પિટલમાં દાખલ કરવા, સારવાર, એમ્બ્યુલન્સ સહાય અને ICU ચાર્જ સહિત 50000 રૂપિયા સુધી ખર્ચના કવર કરવામાં મદદ કરશે. આ એક્ટિવેશન થયા બાદ એક વર્ષ સુધી વેરિડ રહેશે.


સંપૂર્ણ પ્રીમિયમ કંપની ચૂકવશે


એમેઝોને પોતાના નિવેદનમાં કહ્યું છે કે કંપની તેનું સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવશે. એમેઝોને એના માટે પોલિસી ડિલિવરી અને દાવાઓ અને પ્રતિપૂર્તિનો પ્રબંધન કરવા માટે ઇકો જનરલ ઇન્સ્યુરન્સ (ઇકો) સાથે ભાગીદારી કરી છે. જેમની જાન્યુઆરી 2019 થી 26 મે 2020 સુધી એમેઝોન ડોટ કોમ પર એક્ટિવ પ્રોડક્ટ લિસ્ટિંગ કરવા વાળા એમેઝોનના સેલર્સને લાભ મળશે.


કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન


એમેઝોન 7 દિવસ માટે એનરૉલમેન્ટ વિંડો ખોલશે. જેમાં સેલર્સ તેમની તમામ બધી ડિટેલ અને KYC ડૉક્યૂમેન્ટ્સ આપીને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજીસ્ટ્રેશન માટે કોઈ મેડિકલ ટેસ્ટમેન્ટની જરૂર નથી. દરેક સેલર્સના અકાઉન્ટ માટે, ઇન્શ્યોરન્સ પૉલિસીના હેઠળ ફક્ત વ્યક્તિ કવર કરવામાં આવશે.


એક વાર ડિટેલ પ્રૉસેસ થઈ ગયા પછી, સેલર્સને એક ઇકો દ્વારા UHID નંબર આપવામાં આવશે. તેનું ઉપયોગ કરીને તેઓ ક્લેમ કરી શકે છે. કોવિડ-19 સંબંધિત હોસ્પિટલમાં દાખલ થવાના અને સારવારના ખર્ચનો દાવો કરવા માટે રજિસ્ટર્ડ સેલર્સને ઇકોને જાણ કરવી પડશે. પૉલિસી શુરૂ થવા પર 15 દિવસનો Standard waiting period લાગુ થશે.