બજાર » સમાચાર » કંપની સમાચાર

Apple iPhone 11, Pro અને Pro Max launch: જાણો શું છે ભારતમાં તેની કિંમત

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 13:44  |  સ્ત્રોત : CNBC-Bajar

એપ્પલ દ્વારા નવા iPohne પરથી પડદો ઉઠાવવામાં આવ્યા છે. એપ્પલે 3 અવતારમાં નવા ફોન લોન્ચ કર્યા છે અને તેની કિંમત 699 ડોલરથી શરૂ થાય છે. 50 હજારથી લઈને 1 લાખ 10 હજાર સુધીની રેન્જ છે.

આમ તો એપ્પલ હંમેશા પ્રીમિયમ પ્રાઇસિંગ પર પોતાના iPhone લોન્ચ કરે છે. પરંતુ આ વખતે કંપનીએ પોતાની સ્ટ્રેટેજીમાં બદલાવ કર્યો છે. કંપનીએ iPhone 11 ની કિંમત 64900 રૂપિયા રાખી છે જે iPhone XR ના લૉન્ચ પ્રાઇઝથી ઓછી છે. iPhone XR ની લૉન્ચ પ્રાઇઝ 76900 રૂપિયા હતી. એપ્પલનું આવુ કરવુ એકદમ નવુ છે કારણ કે ગત કેટલાક વર્ષથી કંપની પોતાના નવા પ્રોડક્ટના ભાવ ગત ફોનથી વધારે જ રાખે છે.

iPhone11 ની શું છે ખાસિયત?

Spatial Audio - તેના લીધેથી સારુ સાઉંડ ક્વોલિટી મળે છે.

Dolby Atmos - ફોન પર ફિલ્મ જોવા અને સોંગ સાંભળવાનો એક્સપીરિયંસ ઘણો સારો બનશે.

ડુઅલ રેર કેમેરા - બન્ને કેમેરા 12 મેગાપિક્સલના છે.

નાઇટ મોડ

ન્યૂ વીડિયો ફીચર - વીડિયોને Live Zoom કરી શકે છે.

પહેલી વાર ફ્રંટ કેમેરા માં પણ સ્લોમોશન ની સુવિધા છે.

iPhone XR થી એક કલાક વધારે ચાલશે બેટરી.

વાયરલેસ ચાર્જિંગ.

2 મીટર સુધી વોટર રેસિસ્ટેંસ.

Wi-Fi 6 સપોર્ટ કરે છે.

ફાસ્ટર ફેસ અનલૉક.

iPhone 11 Pro અને Pro Max ની ખાસિયત

5.8, 6.5 રેટિના ડિસ્પ્લે (Haptic Touch, 15% ઓછો પાવર વપરાશ)

સુપર રેટિના HDR ડિસ્પ્લે.

A13 બાયોકૉનિક - તેના લીધે થી નવા iphone ની બેટરી સારી છે. iPhone xs ના મુકાબલે 4 કલાક અને  iPhone xs Max ના મુકાબલે 5 કલાક વધારે બેટરી ચાલશે.

18 વૉટના અડેપ્ટરની સાથે ફાસ્ટ ચાર્જિંગ.

ડીપ ફ્યૂઝન, નવો લાઇટ મોડ.