બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનાર સમયમાં નવી 84 બ્રાન્ચ માટે અરજી કરી: બંધન બેન્ક

ના રોજ પ્રકાશિત Mon, 22, 2019 પર 13:38  |  સ્ત્રોત : CNBC-Bajar

બંધન બેન્કના એમડી અને સીઈઓ ચંદ્રશેખર ઘોશનું કહેવુ છે કે અમારો વેપાર સારો છે. ગણતરીમાં ઉપર-નીચે થાય છે પણ તેમાં વાંધો નથી. કોસ્ટ ઑફ ફંડ એટલું સારું નથી. છેલ્લા ત્રિમાસિકમાં લિક્વિડીટી સારી હતી. 42% ડિપોઝીટ ગ્રોથ સારો છે. બેન્કની રિટેલ ડિપોઝિટ 76% થઈ. ડિપોઝિટ ગ્રોથ સારો રહ્યો છે. અમે એનબીએફસી જેવા મોટા લોકોને ફંડિગ નથી કરતાં.


એસએમઈને ફંડિંગ કરવામાં કોઈ તકલીફ નથી. મર્જર માટે આરબીઆઈ, એસબીઆઈનું અપ્રુવલ આવી ગયું છે. ગૃહોએ એનસીએલટીને અપ્લાય કર્યું છે. 34 રાજ્યોમાં અમારી બ્રાન્ચ છે. સાઉથ વેસ્ટમાં ઓછું છે. માઇક્રો ક્રિડિટ ગ્રોથમાં ઘટાડો કર્યો છે. આવનાર સમયમાં નવી 84 બ્રાન્ચ માટે અરજી કરી છે.