બજાર » સમાચાર » કંપની સમાચાર

કલમ 370 હટતાં જ મેનેજમેન્ટમાં મોટા ફેરફારની તૈયારી

ના રોજ પ્રકાશિત Tue, 06, 2019 પર 16:23  |  સ્ત્રોત : CNBC-Bajar

J&K બેન્ક જલ્દીથી હવે કેન્દ્ર સરકારની હેઠળ આવી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટતાં જ મેનેજમેન્ટમાં મોટા ફેરફારની તૈયારી છે. J&K બેન્ક પર આવનાર દિવસોમાં નાણાં મંત્રાલયનો અધિકાર થઈ જશે. હાલમાં J&K બેન્કમાં રાજય સરકારની ભાગીદારી અંદાજે 60 ટકા જેટલી છે, જે હવે કેન્દ્ર સરકારને ટ્રાન્સફર થઈ જશે. J&K બેન્કમાં ચેરમેન અને એમડીની નિમણૂંક નાણાં મંત્રાલય કરી શકે છે. હાલમાં જ J&K બેન્ક પર આંતકવાદી સંગઠનોને લોન આપવાનો આરોપ લાગેલો છે.