બજાર » સમાચાર » કંપની સમાચાર

અશોક લેલેન્ડ 5 પ્લાન્ટને થોડા સમય માટે બંધ રાખશે

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 16:14  |  સ્ત્રોત : CNBC-Bajar

ઑટો સેક્ટરની ખરાબ સ્થિતિ વધુ એક જાહેરાતથી સાબિત થઇ. અશોક લેલેન્ડે આજે જાહેરાત કરી કે સપ્ટેમ્બર મહિનામાં તેઓ 5 પ્લાન્ટને અમુક દિવસ માટે બંધ રાખશે. એનોર પ્લાન્ટને 16 તારીખે, અલવર અને ભંડારા પ્લાન્ટ 10 તારીખ જ્યારે પંતનગર પ્લાન્ટ 18 તારીખ બંધ રહેશે. હોસુર પ્લાન્ટને 1 અને 2 સપ્ટેમ્બરના રોજ બંધ રાખવામાં આવશે જ્યારે CPPSને 5 તારીખે બંધ રાખવામાં આવશે. અશોક લેલેન્ડના પ્રમાણે આ પ્લાન્ટને નબળી માગના કારણે બંધ રાખવામાં આવી રહ્યા છે.