બજાર » સમાચાર » કંપની સમાચાર

લગાતાર 9 મહીને ઑટો ઈન્ડસ્ટ્રીઝને ઝટકો, ઑગસ્ટમાં 24% સેલ્સ ઘટ્યુ: સિયામ

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 14:24  |  સ્ત્રોત : CNBC-Bajar

ઑટો ઈન્ડસ્ટ્રીઝ માટે ઑગસ્ટનો મહીનો પણ સારો નથી રહ્યો. એપ્રિલ થી ઑગસ્ટ 2019 ની વચ્ચે ઑટો સેક્ટરનું પ્રોડક્શન ઘટીને 1.20 કરોડ યૂનિટ રહી ગયુ છે. સોસાયટી ઑફ ઈન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ(SIAM) એ સોમવારના ઑટો સેક્ટરના આંકડાઓ રજુ કર્યા છે.

આ આંકડાઓના મુજબ, ગત વર્ષ આ અવધિમાં ઑટો સેક્ટરનું પ્રોડક્શન 1.36 કરોડ યૂનિટ હતુ. જે આ વર્ષ 12.25 ટકા ઘટીને 1.20 કરોડ યૂનિટ રહી ગયુ છે.

આ લગાતાર 9 મો મહીનો છે જ્યારે ઑટો સેક્ટરનું વેચાણ ઘટ્યુ છે. મારૂતિ સુઝુકી, ટાટા મોટર્સ, આયશર મોટર્સ અને ટીવીએસ મોટર્સ જેવી વધારેતર મોટી ઑટો કંપનીઓની સેલ્સ ઑગસ્ટમાં ઘટી છે.

આ દરમિયના કમર્શિયલ વ્હીકલનું સેલ્સમાં પણ 19 ટકાનો ઘટાડો આવ્યો છે. ટુ વ્હીલરનું વેચાણ 14.85 ટકા અને થ્રી વ્હીલરનું વેચાણ એપ્રિલથી ઑગસ્ટની વચ્ચે 7.32 ટકા ઘટ્યુ છે.

જો કે, એક્સપોર્ટના મોર્ચા પર મેન્યુફેક્ચરિંગને થોડી રાહત જરૂર મળી છે. કુલ મળીને ઑટો એક્સપોર્ટનો ગ્રોથ 1.42 ટકા રહ્યો. તેમાં ટૂ-વ્હીલરનું એક્સપોર્ટ ગ્રોથ 4.52 ટકા અને પેસેંજર કારનું એક્સપોર્ટ ગ્રોથ 4.13 ટકા રહ્યો.

વર્ષ દર વર્ષના આધાર પર દેશમાં પેસેંજર વ્હીકલનું સેલ્સ 31.57 ટકા ઘટી ગયુ છે. ઑટો કંપનીઓને ગત વર્ષ ઑગસ્ટમાં 287198 યૂનિટનું પ્રોડક્શન કર્યુ હતુ જે આ વર્ષ ઑગસ્ટમાં ઘટીને 196524 યૂનિટ રહી ગયુ.