બજાર » સમાચાર » કંપની સમાચાર

ઓટો સેકર્ટરની માંગમાં તેજીથી ફાયદો: જેબીએમ ઓટો

ના રોજ પ્રકાશિત Tue, 26, 2019 પર 13:33  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં જેબીએમ ઓટોનો નફો 14.6 ટકા વધીને 19.7 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં જેબીએમ ઓટોનો નફો 17.2 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં જેબીએમ ઓટોની આવક 8.5 ટકા વધીને 429.9 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં જેબીએમ ઓટોની આવક 396.3 કરોડ રૂપિયા રહી હતી.


પરિણામ પર સીએબીસી-બજાર સાથે વાતચીત કરતા જેબીએમ ગ્રુપના ઈડી, નિશાંત આર્યાએ કહ્યું છે કે લિન્ડે-વાઇમૅન સાથે ડીલ કરવાથી ભારતમાં નવી ટૅક્નોલોજીસ આવશે. લિન્ડે-વાઇમૅનની ટૅક્નોલોજીથી ભારતમાં કંપનીનો બિઝનેસ વધશે.


નિશાંત આર્યાનું કહેવુ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટેસનમાં ઇલેક્ટ્રીક વ્હિક્લની માગ વધતી જોવા મળશે. જર્મનીના લિન્ડે-વાઇમૅન GmbH KGમાં મોટો હિસ્સો ખરીદ્યો છે. લિન્ડે-વાઇમૅન GmbH KG વૈશ્વિક ઓટોમોબાઈલ ઉત્પાદકોને પાર્ટ્સ સપ્લાય કરે છે. નીલ મેટલ પ્રોડક્ટ્સ દ્વારા આ ડીલ કરવામાં આવી છે. ભારતને ગ્લોબલ પ્લેટફોર્મ સાથે જર્મન ટૅક્નોલોજીસ પણ મળશે.


નિશાંત આર્યાનું કહેવુ છે કે લિન્ડે-વાઇમૅનના 8 દેશોમાં 17 પ્લાન્ટ છે. લિન્ડે-વાઇમૅનનું જર્મનીના ડિલનબર્ગમાં મુખ્ય હેડ ક્વાર્ટર છે. લિન્ડે-વાઇમૅન હોટ ફોર્મિંગ, ટ્યુબ્યુલર એસેમ્બલીઝના વિસ્તારમાં કામ કરે છે. લિન્ડે-વાઇમૅન કંપની વૈશ્વિક ઓટો ઓઈએમએસને પાર્ટ્સની સપ્લાય કરે છે.