બજાર » સમાચાર » કંપની સમાચાર

બેન્કના માર્જિન પર ખરાબ અસર આવી શકે છે: પી.એસ.જયકુમાર

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 13:08  |  સ્ત્રોત : CNBC-Bajar

આરબીઆઈએ લોનને એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાવાના આપેલા આદેશ પર બેન્ક ઓફ બરોડાના એમડી અને સીઈઓ પી.એસ. જયકુમાર જણાવ્યું હતું કે આનાથી બેન્કના માર્જિન પર ખરાબ અસર આવી શકે છે સાથે જ તેમનું માનવું છે કે ટ્રેઝરી ગેઈન વધશે તો માર્જિન પરનું પ્રેશર ઓફસેટ થશે. મોનેટરી ટ્રાન્સિમિશન આવતા થોડો સમય લાગશે. એક્સટર્નલ બેન્ચમાર્ક ટૂંકાગાળામાં માર્જિન પર નેગેટિવ અસર પાડશે. ટ્રેઝરી ગેઈન વધશે તો માર્જિન પરનું પ્રેશર ઓફસેટ થઈ જશે.

Q3માં રિકવરીમાં વધારો જોવા મળશે. આગળ જતા બેન્ક માટે નેટ એનપીએમાં ઘટાડો થવો જોઈએ. આશા છે કે નેટ એનપીએ ગયા વર્ષના માર્ચ કરાતા ઓછા રહેશે. નેટ એનપીએ 3%ના સ્તર પર રહેવાની આશા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાંથી માગ સારી રહી છે. લોન માટેની માગમાં ઘટાડો આવ્યો છે. નાણાકીય વર્ષ 20માં લોનની માગ 8-12% રહેવાની આશા છે.