બજાર » સમાચાર » કંપની સમાચાર

BPCL માટે બોલી લગાવાની ડેડલાઈન ચોથી વાર વધ્યુ, હવે 16 નવેમ્બર સુધી મોકો

ના રોજ પ્રકાશિત Wed, 30, 2020 પર 16:56  |  સ્ત્રોત : Moneycontrol.com

સરકારે દેશની બીજી સૌથી મોટી ઑયલ રિફાઈનર કંપની ભારત પેટ્રોલિયમ કૉર્પ લિમિટેડ (BPCL) માં ભાગીદારી વેચવાની લાંબા સમયથી કોશિશ કરી રહી છે. પંરતુ દરેક વારની રીતે આ વખતે પણ BPCL ના ખાનગીકરણનો કેસ ટળી ગયા છે. સરકારે લગાતાર ચોથી વાર BPCL માટે બોલી લગાવાની ડેડલાઈન વધારી છે. સરકારે ડેડલાઈન દોઢ મહીનો વધારી દીધો છે. હવે નવી ડેડલાઈન 16 નવેમ્બર છે.

કેબિનેટે ગત વર્ષ નવેમ્બરમાં જ BPCL માં સરકારની 52.98 ટકા ભાગીદારી વેચવાની પરવાનગી આપી દીધી હતી. ત્યાર બાદ તેના માટે બોલી મંગાવા કે એક્સપ્રેશન ઑફ ઈંટરેસ્ટ (EOI) ની શરૂઆત 7 માર્ચના થઈ.

શરૂઆતમાં EOI જમા કરવાની તારીખ 2 મે નક્કી કરવામાં આવી હતી. પરંતુ તેને પહેલી વાર વધારીને 13 જુન કરવામાં આવી. ત્યાર બાદ બીજીવાર તેને 13 જુનથી વધારીને 31 જુલાઈ કરવામાં આવી. ફરી ત્રીજી વાર બોલી લગાવાની તારીખ ફરી વધારી ગઈ. ત્યારે આ 31 જુલાઈથી વધીને 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવ્યો હતો. હવે આજે સરકારે તેની ડેડલાઈન ચોથી વાર વધારીને 16 નવેમ્બર કરી દીધી છે.

સરકાર ઈચ્છે છે કે 31 માર્ચ 2021 સુધી BPCL માં પોતાની ભાગીદારી વેચી લો. તેનાથી બજેટમાં નક્કી ડિસઈનવેસ્ટમેન્ટના ટારગેટને પૂરૂ કરવામાં મદદ મળશે. ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે આ ફિસ્કલ વર્ષના માટે સરકારી કંપનીઓમાં ભાગીદારી વેચીને 2.1 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનો નિર્ણય કર્યો છે.

જો કે બોલી લગાવાની તારીખ લગાતાર વધવાને કારણે હવે આ વાતની ઉમ્મીદ ઓછી છે કે માર્ચ 2021 સુધી સરકાર BPCL માં પોતાની ભાગીદારી વેચી શકશે. બુધવારના BSE પર BPCL ના શેર 9 ટકા ઘટીને 351.75 રૂપિયા પર બંધ થયા.