બજાર » સમાચાર » કંપની સમાચાર

ભારતી એરટેલે રૂપિયા 10000 કરોડ ચૂકવ્યા

ના રોજ પ્રકાશિત Mon, 17, 2020 પર 16:16  |  સ્ત્રોત : CNBC-Bajar

ટેલિકોમ સેક્ટર સાથે જે આજે ફોકસમાં છે. ભારતી એરટેલે તેના બાકી AGR એટલે કે ADJUSTED GROSS REVENUEની રકમ ટેલિકોમ વિભાગને આપી દીધી છે. ભારતી એરટેલે કુલ 10 હજાર કરોડ રૂપિયાની રકમ ચૂકવી છે સાથે કહ્યું છે કે આંતરિક સમીક્ષા કર્યા બાદ બાકીની રકમ ચૂકવવામાં આવશે. જોકે AGR કેસ સાથે વધુ એક અપડેટ પણ જોડાયેલી છે. સુપ્રીમ કોર્ટે આજે સરકારને વોડાફોન-આઇડિયા દ્વારા આપવામાં આવેલી બેન્ક ગેરેન્ટીના વિકલ્પનો ઉપયોગ ન કરવા માટેની અર્જીને ફગાવી દીધી છે.


ભારતી એરટેલ-


SCના આદેશ પ્રમાણે DoTને રૂપિયા 10,000 કરોડની ચૂકવણી કરી છે. રૂપિયા 9,500 કરોડ એરટેલના વતી ચૂકવાયા છે. રૂપિયા 500 કરોડની રકમ ભારતી હેક્સાકોમ વતી ચૂકવાયા છે. હજૂ પણ આંતરિક સમીક્ષાની પ્રક્રિયા બાકી છે. આંતરિક સમીક્ષાની પ્રક્રિયા પુરી થયા બાદ બાકીની રકમ ચૂકવવામાં આવશે. બાકીની રકમ ચૂકવાશે ત્યારે વધુ વિગત આપવામાં આવશે.


જોકે AGR કેસ સાથે વધુ એક અપડેટ પણ જોડાયેલી છે. સુપ્રીમ કોર્ટે આજે સરકારને વોડાફોન-આઇડિયા દ્વારા આપવામાં આવેલી બેન્ક ગેરેન્ટીના વિકલ્પનો ઉપયોગ ન કરવા માટેની અર્જીને ફગાવી દીધી છે.


વોડાફોન આઇડિયાની અર્જી સુપ્રીમ કોર્ટે ફગાવી છે. SCમાં સરકાર બેન્ક ગેરેન્ટીનો ઉપયોગ ન કરે તેના માટે અર્જી કરી હતી. સુપ્રીમ કોર્ટે વોડાફોન આઇડિયાને પેમેન્ટ માટે વધુ સમય આપવાની ના પાડી. AGR કેસમાં મુકુલ રોહતગી વોડાફોન આઇડિયા માટે કોર્ટમાં હાજર રહ્યા છે. વોડાફોન આઇડિયાએ આજે રૂપિયા 2,500 કરોડ ચૂકવવાની વાત કરી છે. વોડાફોન આઇડિયાએ શુક્રવાર સુધીમાં રૂપિયા 1,000 કરોડ ચૂકવવાની વાત કરી છે.