બજાર » સમાચાર » કંપની સમાચાર

એજીઆરના લેણાં પર ભારતી એરટેલની તૈયારી, કંપની ક્યૂઆઈપી થકી ભેગુ કરશે ફંડ

ના રોજ પ્રકાશિત Tue, 10, 2019 પર 10:24  |  સ્ત્રોત : CNBC-Bajar

એજીઆર બકાયા ચુકવા માટે ભારતી એરટેલ આ દિવસોમાં ફંડ ભેગા કરવાના પ્રયાસમાં છે. મની કન્ટ્રોલ ડૉટ કૉમ એક્સક્લુઝિવ જાણકારી મળી છે કે કંપની 2 બિલિયન ડોલર એટલે કે 14,500 કરોડ રૂપિયાના ફંડ માટે ક્યુઆઈપી લાવવાની છે. એના માટે એક્સિસ કેપિટલ, જેપી મોર્ગન અને સિટી થશે મર્ચન્ટ બેન્કર.


કંપની નાણાકિય વર્ષ 2020 સૌથી મોટી ક્યૂઆઈપીની તૈયારી કરી રહી છે. એક્સિસ કેપીટલ, જેપી મોર્ગન, સિટી મર્ચન્ટ બેન્કર હશે. આગળ બીજા પણ મર્ચન્ટ બેન્કર્સ કંપનીની સાથે આવી શકે છે. એઝેડબી અન્ડ પાટનર્સ ક્યુઆઈપી માટે લો ફર્મ નિમણૂક કરવામાં આવ્યુ છે. કંપનીએ ક્યૂઆઈપી દ્વારા 14,500 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ભંડ માટે રોડ શૉ આ સપ્તાહતી શરૂ થાશે. જો કે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ક્યૂઆઈપી શરૂ કરવાની સંભાવના છે. એઝેડબી અને પાર્ટનર એયરટેલની કાઉન્સિલ છે. જો કે જેપી મોર્ગન અને સિટીએ આ સમાચાર અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી.