બજાર » સમાચાર » કંપની સમાચાર

Bharti Airtelએ પ્રીપેડ ટેરિફ પ્લાનમાં કર્યા 60%નો વધારો, લઘુતમ પ્લાન હવે 79 રૂપિયાથી થશે શરૂ

ભારતી એરટેલ (Bharti Airtel)એ તેની પ્રીપેડ પ્લાનમાં 60 ટકાનો વધારો કર્યો છે.
ના રોજ પ્રકાશિત Wed, 28, 2021 પર 17:03  |  સ્ત્રોત : CNBC-Bajar

ટેલિકૉમ સેક્ટરમાં ટેરિફ વધારવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ભારતી એરટેલ (Bharti Airtel)એ તેની પ્રીપેડ પ્લાનમાં 60 ટકાનો વધારો કર્યો છે. હવે નેટવર્ક સાથે જોડાયેલા ગ્રાહકોએ માટે ઓછામાં ઓછા 79 રૂપિયા ચૂકવવા પડશે. vodafone-Idea પણ જલ્દી જ તેના ટેરિફમાં વધારો કરી શકે છે.


જણાવી દઇએ કે કંપનીના જણાવ્યા મુજબ દરોમાં આ વધારો આવતીકાલે એટલે કે ગુરુવારથી લાગુ થશે. કંપનીએ પોતાના અધિકારીક નિવેદનમાં જણાવ્યું છે કે કંપનીના પ્રીપેડ પેક હવે 79 રૂપિયાના સ્માર્ટ રિચાર્જથી શરૂ થશે અને ગ્રાહકોને ડબલ ડેટા સાથે 4 ગુણો વધુ આઉટગોઇંગ મિનિટ મળશે.


એરટેલે જણાવ્યું હતું કે આ ફેરફાર કંપનીના વધુ સારા કનેક્ટિવિટી રિઝૉલ્યુશનની ઑફર કરવા પર કંપનીનો ફોકસ સાથે સુસંગત છે. એન્ટ્રી-લેવલ રિચાર્જ પરના એરટેલ ગ્રાહકો હવે તેમના એકાઉન્ટ બેલેન્સની ચિંતા કર્યા વિના લાંબા સમય સુધી કનેક્ટ રહી શકે છે.


એરટેલનું 79 રૂપિયાનો પ્લાન 64 રૂપિયાના ટોકટાઇમ, 200 એમબી ડેટા અને 28 દિવસની માન્યતા સાથે આવે છે. કંપનીનો આ નિર્ણય મહત્વપૂર્ણ છે કારણ કે તમામ ટેલિકૉમ પરિચાલક ARPU વધારવા પર ભાર આપી રહ્યા છે.


જણાવી દઈએ કે તેના પહેલા ભારતી એરટેલે તેના પોસ્ટપેડ કૉર્પોરેટ યૂઝર્સ માટે 199 રૂપિયા અને 249 રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાન બંધ કરવાની ઘોષણા કરી હતી. એરટેલ હાલના ગ્રાહકો હવે આગામી બિલિંગ સાઇકલથી 299 રૂપિયામાં માઇગ્રેટ કરવામાં આવશે. Vodafone-idea પણ જલ્દી દરોમાં વધારો કરશે.