એરટેલ અને જિયોનું ટેન્શન વધારવા આવી રહ્યું છે BSNL 5G, ટેલિકોમ મંત્રીએ જણાવ્યું ક્યારે થશે લોન્ચ - bsnl 5g is coming to increase the tension of airtel and jio telecom minister said when the launch will happen | Moneycontrol Gujarati
Get App

એરટેલ અને જિયોનું ટેન્શન વધારવા આવી રહ્યું છે BSNL 5G, ટેલિકોમ મંત્રીએ જણાવ્યું ક્યારે થશે લોન્ચ

ભારતમાં 5G સર્વિસ શરૂ કરવામાં આવી છે. જો કે, હાલમાં ફક્ત એરટેલ અને જિયો 5G સર્વિસ આપી રહ્યા છે. પરંતુ, BSNL પણ આમાં પાછળ રહેવાનું નથી. એક રિપોર્ટ અનુસાર, BSNL 5G સર્વિસ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તમારે આ માટે વધારે રાહ જોવી પડશે નહીં.

અપડેટેડ 06:02:34 PM Jan 09, 2023 પર
Story continues below Advertisement

એરટેલ અને જિયોએ 5G સર્વિસ ઉપલબ્ધ કરાવી છે. તમે ઘણા શહેરોમાં 5G સર્વિસનો આનંદ માણી શકો છો. પરંતુ, હવે સરકારી ટેલિકોમ કંપની BSNL પણ 5G સર્વિસ શરૂ કરવાની તૈયારીમાં છે. કંપની ટૂંક સમયમાં 5G સર્વિસ શરૂ કરવા જઈ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટેલિકોમ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે આ અંગે કન્ફોર્મેશન આપ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટેલિકોમ મિનિસ્ટરે જાહેરાત કરી છે કે એપ્રિલ 2024 સુધીમાં BSNL 5G રજૂ કરવામાં આવશે. હાલમાં, કંપની 4G લોન્ચ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

“BSNL આવતા વર્ષે 5G કરી શકે છે લોન્ચ”
BSNL 4G નેટવર્ક લોન્ચ થયાના એક વર્ષની અંદર તેને 5Gમાં અપગ્રેડ કરવામાં આવશે. હાલમાં, કંપની TCS અને C-DOT સાથે મળીને 4G નેટવર્ક લોન્ચ પર કામ કરી રહી છે. અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, BSNL 5G માર્ચ અથવા એપ્રિલ 2024થી ઉપલબ્ધ થશે.

તેમણે એ પણ જણાવ્યું કે નેટવર્ક અપગ્રેડેશનનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. BSNL ઝડપથી 4G સર્વિસ શરૂ કરશે અને તે જ 5G સાથે થશે. તેમણે આ વાત ઓડિશામાં એરટેલ અને જિયો 5જી સર્વિસ રજૂ કરતી વખતે કહી હતી.

આગામી બે વર્ષમાં સર્વિસ
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આગામી 2 વર્ષમાં સમગ્ર ઓડિશામાં BSNL 5G સર્વિસ ઉપલબ્ધ થશે. અગાઉ, તેમણે કહ્યું હતું કે 26 જાન્યુઆરીથી રાજ્યમાં 5G સર્વિસ ઉપલબ્ધ થશે. તમને જણાવી દઈએ કે ભારતમાં ઓક્ટોબરમાં 5G સર્વિસ લોન્ચ કરવામાં આવી હતી.


આ પણ વાંચો - બાળકોનું હોમવર્ક કરતી ChatGPT, અહીં શિક્ષણ વિભાગે મુક્યો છે પ્રતિબંધ

હવે ખાનગી ટેલિકોમ કંપનીઓ ઘણા શહેરોમાં 5G સર્વિસ પૂરી પાડે છે. પરંતુ, આ માટે તમારી પાસે યોગ્ય સ્માર્ટફોન અને ટેલિકોમ પ્લાન હોવો આવશ્યક છે. જો કે, આ માટે તમારે કોઈ 5G પ્લાન લેવાની જરૂર નથી.

 

MoneyControl News

MoneyControl News

First Published: Jan 09, 2023 12:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.