બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસના માર્જિનમાં મામૂલી દબાણ: શારદા ક્રોપકેમ

ના રોજ પ્રકાશિત Tue, 09, 2019 પર 13:09  |  સ્ત્રોત : CNBC-Bajar

શારદા ક્રોપકેમના ચેરમેન અને એમડી, આર વી બુબ્નાનું કહેવુ છે કે ઇન્ડિયામાં અમારુ ફોકસ નથી, ઇન્ડિયામાં ફક્ત 2-3 ટકા જ ફોકસ છે. માર્જિનમાં થોડુક દબાણ છે. માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 2700 કરોડ પર રહી છે. કેપિટલ માર્કેટ પ્રાઇઝ રૂપિયા 302 કરોડ પર રહી છે. પાછલા વર્ષમાં કરન્સીનો ફાયદો થયો હતો.


આર વી બુબ્નાનું કહેવુ છે કે બિઝનેસ મોડેલમાં ખરીદી ફોરેન કરન્સીમાં થાય છે. અમારા માટે ક્વાર્ટર 4 જાન્યુઆરીથી માર્ચ છે. માર્જિનમાં મામૂલી દબાણ જોવા મળી રહ્યું છે. યુરોપના આવકમાં 25.2 ટકાનો વધારો જોવા મળ્યો છે. યુએસએનાં સારા પરિણામના કારણે એનએએફટીએમાં આવક 77.9 ટકા વધી છે. આર્જેન્ટિનામાં ઓછા વેચાણના કારણે એલએટીએએમના આવકમાં 59.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.


આર વી બુબ્નાનું કહેવુ છે કે કંપનીનું નાણાકિય વર્ષ 2018માં આવક રૂપિયા 1713 કરોડ પર રહી છે. કંપનીનું નાણાકિય વર્ષ 2018માં એબિટડા રૂપિયા 345 કરોડ પર રહી છે.કંપનીનું નાણાકિય વર્ષ 2018માં ઓપી માર્જિન રૂપિયા 20.2 ટકા પર થઇ ગઇ છે. કંપનીનું નાણાકિય વર્ષ 2018માં નફો રૂપિયા 190.7 કરોડ રહ થયો છે. આરઓડબલ્યુનાં આવકમાં 126 ટકાનો વધારો જોવા મળ્યો છે.