બજાર » સમાચાર » કંપની સમાચાર

CORONA CRISIS પૂર થયા બાદ દેખાય શકે છે કારોબારમાં તેજી: TECH MAHINDRA

ના રોજ પ્રકાશિત Tue, 31, 2020 પર 15:29  |  સ્ત્રોત : CNBC-Bajar

COVID-19 ની અસર એ છે કે કંપની પોતાના બધા કાર્યાલય બંધ કરી દીધા છે અને બધા જરૂરી કામ કર્મચારીઓ ઘરેથી કરી રહ્યા છે. TECH MAHINDRA ના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે 846 રૂપિયા છે જ્યારે નિચલા સ્તરે 471 રૂપિયા છે. આ સ્ટૉક પોતાના ઉચ્ચ સ્તર 40 પ્રતિશત કરેક્ટ થયો છે જ્યારે આ સપ્તાહે આ પોતાના સોમવારના નિચલા સ્તરથી 10 પ્રતિશત સુધરો છે.

વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2019 માં ટેક મહિન્દ્રાની આવક 34742 કરોડ રૂપિયા રહી જ્યારે નાણાકીય વર્ષ 2018 માં કંપનીની આવક 30773 કોરડ રૂપિયા રહી હતી.

વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2019 માં ટેક મહિન્દ્રાના એબિટડા માર્જિન 18.2 પ્રતિશત રહી જ્યારે નાણાકીય વર્ષ 2018 માં કંપનીના એબિટડા માર્જિન 15.3 પ્રતિશત રહ્યા હતા.

વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2019 માં ટેક મહિન્દ્રાનો નફો 4297 કરોડ રૂપિયા રહ્યો જ્યારે નાણાકીય વર્ષ 2018 માં કંપનીનો નફો 3800 કરોડ રૂપિયા રહ્યો હતો.

કંપનીના એમડી અને સીઈઓ સી પી ગુરનાનીએ અમારી સહયોગી ચેનલ સીએનબીસી આવાઝની સાથે વાતચીત કરતા કહ્યુ કે ફેબ્રુઆરીમાં ચાઇના વિલેન નંબર વન હતુ પરંતુ માર્ચમાં ત્યાંથી સારા સંકેત દેખાય રહ્યા છે. કોરોનાના બારામાં અન્ય દેશોથી પણ સારા સમાચાર આવશે તો કારોબારમાં વધારો થશે. એટલે કે આઈટી સેક્ટરની વાત કરીએ તો તેના પર પહેલાથી જ દબાણ હતુ અને કોરોનાના ચાલતા મુશ્કેલી વધારે વધી. પહેલા કંપનીનું લક્ષ્ય ગત વર્ષથી સારૂ એટલે કે એટલો ગ્રોથ આપવાનો હતો.

તેમણે આગળ કહ્યુ કે ભવિષ્યમાં રૂકાવટ આવશે પરંતુ ક્યા સેક્ટરમાં આવશે, કેટલી આવશે તે કહેવુ મુશ્કેલ છે. આઈટી સેક્ટરમાં કારોબારને વધારવાની સાથે કર્મચારીઓને સંભાળવાની જવાબદારી પણ છે. કોરોનાથી બચવા માટે કંપનીએ બધા ઑફિસ બંધ કરી દીધા છે. કંપનીના કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. અમેરિકામાં સોશલ ડિસ્ટેંસિંગની તારીખ 30 એપ્રિલ સુધી વધારી છે. એટલા માટે ઘરથી કામ કરવા પર બધાને ક્લાઉડ પેકેજ લાગશે અને તે પેકેજની સિક્યોરિટી પણ જરૂરી રહેશે જેના પર કામ કરવામાં આવશે.