બજાર » સમાચાર » કંપની સમાચાર

કેર્ન-વેદાન્તા મર્જર થયુ લાગૂ

ના રોજ પ્રકાશિત Wed, 12, 2017 પર 13:41  |  સ્ત્રોત : CNBC-Bajar

વેદાન્તા અને કેર્ન ઇન્ડિયાનું મર્જર આજે ફોકસમાં છે. શૅર સ્વેપ એગ્રીમેન્ટ માટે 27 એપ્રિલ રેકોર્ડ ડેટ રાખવામાં આવી છે. વેદાન્તા ગ્રુપના ચેરમેન અનિલ અગરવાલનું મર્જર પર શું કહેવું છે તે જોઇએ.

વેદાન્તા ગ્રુપના ચેરમેન અનિલ અગરવાલનું કહેવુ છે કે બધી કંપનીઓને વેદાન્તા લિમિટેડ સાથે મર્જ કરવામાં આવી છે. હવે બધી કંપની વેદાન્તા લિમિટેડ કહેવાશે. આ હવે ભારતીય કંપની બનશે. સરકારને અમારી પાસેથી 50% ઉત્પાદનની આશા અને તે માટે મોટા રોકાણની જરૂરત. ક્ષમતા વધારવા માટે ₹50,000-60,000 કરોડનું રોકાણ કરીશું. કંપની સારી રોકડ ઉભી કરશે જેથી બહારથી પૈસા લેવાની જરૂરત નહીં પડે.