બજાર » સમાચાર » કંપની સમાચાર

CAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો

ના રોજ પ્રકાશિત Tue, 29, 2020 પર 10:30  |  સ્ત્રોત : Moneycontrol.com

Computer Age Management Services (CAMS)નો IPO 21 સપ્ટેમ્બરે ખોલશે. તે દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર કંપની છે. કંપનીના IPO 23 સપ્ટેમ્બરે બંધ રહ્યો હતો. CAMSનો પ્રાઈસ બેન્ડ 1229–1230 રૂપિયા પ્રતિ શૅર નક્કી કરાયો હતો. કંપનીએ આ આઈપીઓ હેઠળ 1,82,46,600 શેર જારી કર્યા છે. તેમાંથી 1,82,500 શેર કંપનીના કર્મચારીઓ માટે રિઝર્વ છે.


કંપનીએ આ IPOના દ્વારા 2258 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. આ વર્ષનો આ પાંચમો IPO હતા. એના પહેલા રોસારી બાયોટેક, માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્કસ REIT, હેપ્પીસ્ટ માઇન્ડ્સ અને રુટ મોબાઈલના IPO આવી ગઇ છે.


CAMSનું IPO 21-23 સપ્ટેમ્બરની વચ્ચે 46.99 ગણુ ભર્યો હતો. આ શૅરનિં લિસ્ટિંગ 1 ઓક્ટોબરે થશે. ASBA Accountથી ફંડની અનબ્લોકિંગ અને રિફંડની પ્રક્રિયા 29 ની આસપાસ હશે અને સફલ રોકાણકારોને 30 સપ્ટેમ્બર સુધી શેર મળશે.


આ public issueમાં ભાગ લેનારા રોકાણકારો તેની અપલીકેશન/એલૉટમેન્ટ સ્થિતિનો BSE Websiteની વેબસાઇટ સાથે રજિસ્ટ્રારની website Link Intime India પર પણ જાણી શકો છો. આ માટે તમારે નીચે આપેલા પગલાંને ફૉલો કરવું પડશે.


BSEની વેબસાઇટ પર તમારી અલૉટમેન્ટ ચેક કરવા માટે તમારે https://www.bseindia.com/investors/appli_check.aspx પર ક્લિક કરવું પડશે. એના પછી ડ્રૉપડાઉનથી ઇક્વિટી પસંદ કરો અને CAMS પર ક્લિક કરો. આ પછી તમને સંપૂર્ણ ડિટેલ આવશે.


તમારૂ એપ્લીકેશન સ્ટેટસ તમે રજિસ્ટ્રારની Website Link Intime india પર પણ જાણી શકો છો. આ લિંક પર ક્લિક કર્યા પછી, CAMS પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉનમાં તમારો એપ્લિકેશન નંબર લખો. તમે અરજી નંબરને બદલે ડીમેટ એકાઉન્ટ નંબર અથવા PAN લખીને અલૉટમેન્ટ ચેક કરી શકો છો.