બજાર » સમાચાર » કંપની સમાચાર

CAMSનું IPO 21 સપ્ટેમ્બરે લૉન્ચ થશે, NSE તેના સમગ્ર 37% હિસ્સેદારી વેચશે

ના રોજ પ્રકાશિત Tue, 15, 2020 પર 18:42  |  સ્ત્રોત : Moneycontrol.com

Computer Age Management Services (CAMS) મ્યુચ્યુઅલ ફંડ રજિસ્ટ્રાર અને ટ્રાન્સફરે દેશની સૌથી મોટી કંપની છે. કંપનીનો IPO 21 સપ્ટેમ્બરે ખુલવાનું છે. એન્કર રોકાણકારો માટે IPO 18 સપ્ટેમ્બરે એક દિવસ માટે ખુલશે. કંપની 1,82,46,600 શેર IPOના હેઠળ જારી કરવા વાળી છે. તે માંથી 1,82,500 શેર કંપનીના કર્મચારીઓ માટે રિઝર્વ રહેશે. કંપનીનો IPO 21 સપ્ટેમ્બરે ખુલશે અને 23 સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીના ઇશ્યુમાં ઓછામાં ઓછી 37.40 ટકા પોસ્ટ ઓફર પેડઅપ ઇક્વિટીમાં આવશે.


સેબીના નિયમોને પૂરા કરવા માટે NSEને CAMSમાં તેની સંપૂર્ણ 37 ટકા હિસ્સેદારી વેચવી પડશે. કંપનીએ આ વર્ષે જાન્યુઆરીમાં IPO માટે તેની અરજી સેબીમાં જમા કર્યું હતું. એના શિવાય HDFCની 5.99 ટકા, HFDC Bankની 3.33 ટકા, HDFC trustના hems 3.19 ટકા, ફેરીંગ કેપિટલ ઇન્ડિયામાં 4 ટકા અને ACSYSની 1.94 ટકાની હિસ્સેદારી છે.


CAMSની પ્રમોટર કંપની Great Terrain ચે જેના પર Harmony River Investmentનું માલિકી હક છે. Great Terrainની પાસે 43.53 ટકા હિસ્સેદારી છે. Harmony River Investment પર અમેરિકાના વોર્બર્ગ પિંકસ (Warburg Pincus) દ્વારા મેનેઝ કરવા વાળા પ્રાઇવેટ ઇક્વિટી ફંડનું માલિકાની હક છે.


સેબીમાં જારી કરવામાં આવેલી અરજી મુજબ, NSE રોકાણ 38,400 શેર અને Great Terrain 61,08,400 શૅર 1230 રૂપિયા પ્રતિ શૅર ભાવથી વિમા કંપનીયો અને મ્યુચ્યુઅલ ફંડ્સને ટ્રાન્સફર કરશે.


શું હશે પ્રાઇસ બેન્ડ?


આ મામલાની જાણકારી રાખવા વાળા લોકોનું માનવું છે કે CAMSનું IPOનું ઇશ્યૂ પ્રાઇસ 1250 રૂપિયા નક્કી કરી શકાય છે. કંપની IPOના દ્વારા 2258 કરોડ રૂપિયા ઉભી કરી રહી છે. આમાં રોકાણકારોએ 12 શેર માટે લૉટના માટે બોલી લગાવવી પડશે.


આ વર્ષનો આ પાંચમો IPO છે. એના પહેલા રોસારી બાયોટેક, માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્કસ REIT, હેપ્પીસ્ટ માઇન્ડ્સ અને રુટ મોબાઈલના IPO આવી ગયા છે. CAMSના ઇળ્યૂ BSE પર લિસ્ટ થશે.